ટ્રાંજેક્શન ચાર્જ, SBIએ ગ્રાહકોને લગાવશે જોરનો ફટકો?

Posted By:
Subscribe to Oneindia News

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને જોરદારનો ફટકો આપવાની તૈયારીમાં છે. એસબીઆઇની યોજના આવી રહી છે જેમાં જલ્દી જ એટીએમનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોને દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે. સ્ટેટ બેંક હાલ તો આ નિર્ણયને લાગુ નથી કર્યો પણ જલ્દી આમ થવાની સંભાવના રહેલી છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જૂન, 2017ની આ નિયમ લાગુ પડશે. અને ખાલી રીપે ક્લાસિક કાર્ડનો જ ઉપયોગ ફ્રીમાં થઇ શકશે.

sbi

એટલું જ નહીં ચારથી વધુ વાર પૈસા નીકાળવા પર 50 રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ પણ પ્રતિ ટ્રાન્જેક્શન લગાવવામાં આવશે. ત્યારે આ ચર્ચા જોર પકડતા રાજકારણ પર ગરમાયું છે. સીપીએમ નેતા એમબી રાજેશે કહ્યું કે નોટબંધી પછી કેન્દ્ર સરકાર અને બેંક દ્વારા લાગુ પાડવામાં આવેલ આ નિયમ એક રીતની છેતરપીંડી સમાન છે. જે સામાન્ય લોકોની મુશ્કેલી વધારશે. વધુમાં કેરળમાં આ અંગે વિરોધ પણ શરૂ થઇ ગયો છે.

English summary
SBI levies Rs 25 charge on cash withdrawals from State Bank Buddy using ATM. Read more here.
Please Wait while comments are loading...