ખુશખબર: SBIએ NEFT અને RTGSની ફી કરી ઓછી

Posted By:
Subscribe to Oneindia News

દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI તેના ગ્રાહકો માટે એક સારી ખબર લઇને આવ્યું છે. બેંકે ગુરુવારે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર (NEFT) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) ની લેતીદેતીની ફીમાં 75 ટકાનો કાપ કર્યો છે. બન્ને સેવાઓ પર બેંકનો આ કાપ 15 જુલાઇથી લાગુ થશે. બેંકોનું કહેવું છે કે આ કાપ તેના ઇન્ટરનેટ બેંકિગ અને મોબાઇલ બેંકિગ સેવાઓની લેવડ દેવડ પર પણ લાગુ થશે.

sbi

એસબીઆઇના એમડી રજનીશ કુમારે કહ્યું કે એનઇએફટી અને આરટીજીએસની લેવડ દેવડ પર લાગતી ફી અમે ઓછી કરી લીધી છે આ પગલું અમે બેકિંગ અને મોબાઇલ બેંકિગને આગળ વધારવા માટે લીધુ છે. એટલું જ નહીં બુધવારે ભારતીય સ્ટેટ બેંકે 1000 રૂપિયા સુધીની ત્વરિત ચૂકવણી સેવા (IMPS) ફંડ ટ્રાંસપરની પણ ફી નીકાળી દીધી હતી. માનવામાં આવી રહ્યું છે બેંક આવું એટલા માટે કરી રહી છે કે જેના કારણે ડિઝિટલ લેતી દેતી વધે. જો કે તમામ નાણાંકીય લેવડ દેવડ પર 18 ટકા જીએસટી લાગશે.

English summary
After lowering the IMPS charges, the State Bank of India (SBI) on Thursday reduced charges for NEFT and RTGS transactions by up to 75% effective July 15.
Please Wait while comments are loading...