સુપ્રીમ કોર્ટે RComના 104 કરોડ પરત કરવા કેન્દ્રને આદેશ આપ્યો
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ખુશખબરી સંભળાવી છે. ન્યાયાલયમાં કેન્દ્ર સરકારની અરજીને ફગાવતા અનિલ અંબાણીના રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)ને 104 કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે ટેલિકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ એન્ડ અપીલેટ ટ્રિબ્યૂનલ (ટીડીસેટ)ના આદેશને પડકાર ફેંકતા કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે મામલે સ્પેક્ટ્ર્મની બાકી રહેતી રકમ વસૂલવાનો છે. આ કેસમાં ટેલીકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ એન્ડ અપીલેટ ટ્રિબ્યૂનલે અનિલ અંબાણીના રિલાયન્સ કોમ્યુનિકેશંસના પક્ષમાં ફેસલો સંભળાવતાં કેન્દ્ર સરકારને 104 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ કર્યો હતો. આ ફેસલા વિરુદ્ધ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો પરંતુ ત્યાંથી પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. કેન્દ્રની અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિંટન નરીમનની અધ્યક્ષતા વાળી બે બેંચના જજોએ સુનાવણી કરી. ન્યાયાલયે મામલે ટ્રિબ્યૂનલનો ફેસલો યથાવત રાખતા કેન્દ્રને પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે.
વધુ એક મામલામાં જીત મળી હતી
જણાવી દઈએ કે અનિલ અંબાણીને પાછલા ત્રણ મહિનાથી કેટલાય મામલે ગુડ ન્યૂઝ મળી છે. અગાઉ દામોદર વૈલી કોર્પોરેશન એટલે કે ડીવીસી વિરુદ્ધ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટી જીત હાંસલ થઈ હતી. આ કેસમાં 120 કરોડ રૂપિયાની મધ્યસ્થતાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો જેમાં અનિલ અંબાણીના પક્ષમાં ફેસલો સંભળાવવામાં આવ્યો. અગાઉ વધુ એક મામલે બ્રિટનની હાઈકોર્ટે અનિલ અંબાણીને મોટી રાહત આપતાં તેમની વિરુદ્ધ અરજી દાખળ કરી દીધી હતી. આ કેસમાં આરકૉમ વિરુદ્ધ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઑફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઑફ ચાઈનાએ બ્રિટેનની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી.
સોમવારના ધબડકા બાદ શેર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં 500 અંકોની તેજી