સેબીના વડાની નિમણૂંક પર સુપ્રીમ કોર્ટની નજર

સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચના વડા જસ્ટિસ એસ એસ નિજ્જરએ કેન્દ્ર સરકાર અને સેબીના ચેરમેનને નોટિસ પાઠવી છે. જેમાં સેબીના ચેરમેનમ યુ કે સિંહાની નિમણૂંકમાં આચરવામાં આવેલી અનિયમિતતા અંગેના આરોપોનો જવાબ ચાર સપ્તાહમાં આપવાનું જણાવવામાં આવ્યું છે.
બેંચે રાષ્ટ્રપતિના સેક્રેટરી ઔમિતા પોલને પણ જવાબ આપવા નિર્દેશ કર્યો છે. સરકારે સેબીના ચેરમેન તરીકે સિંહાની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો ત્યારે પોલ નાણા પ્રધાનના સલાહકાર હતા. પોલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સેબીના ચેરમેન તરીકે સિંહાની નિમણૂંક કરવા માટે તેમણે નિયમોનું ઉલ્લંઘન કરીને આ પદ માટે અન્ય ઉમેદવારોને ધ્યાનમાં લીધા ન હતા.
આ સાથે બેંચે સિંહાની નિમણૂંકના મુદ્દે કેન્દ્ર સરકાર પર સીબીઆઇની તપાસ કરાવવાની અરજીને નકારી કાઢી હતી. કોર્ટે અરૂણ કુમાર અગ્રવાલ દ્વારા કરવામાં આવેલી પીઆઇએલને આધારે આ આદેશ કર્યો હતો.












Click it and Unblock the Notifications
