For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોબ્રાપોસ્ટે DHFL માં 31,000 કરોડના ઘોટાળાનો ખુલાસો કર્યો

ન્યુઝ વેબસાઈટ કોબ્રાપોસ્ટ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડીએચએફએલે ઘણીં નકલી કંપનીઓને 31 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારેની લોન આપી છે.

|
Google Oneindia Gujarati News

ન્યુઝ વેબસાઈટ કોબ્રાપોસ્ટ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડીએચએફએલે ઘણીં નકલી કંપનીઓને 31 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારેની લોન આપી છે. કોબ્રાપોસ્ટ જાંચમાં આ વાત સામે આવી છે કે જે પૈસા ડીએચએફએલે બધી નકલી કંપનીઓને આપ્યા હતા તે પૈસા પાછા તે કંપનીના માલિકો પાસે આવી ગયા, જેઓ ડીએચએફએલ કંપનીમાં પ્રમોટર છે. જો કોબ્રાપોસ્ટ ઘ્વારા કરવામાં આવેલા દાવા સાચા છે તો આ સૌથી મોટો નાણાકીય ઘોટાળો સાબિત થઇ શકે છે.

ભાજપને 20 કરોડ રૂપિયાનું દાન

ભાજપને 20 કરોડ રૂપિયાનું દાન

કોબ્રાપોસ્ટ અનુસાર ડીએચએફએલ સાથે જોડાયેલી બધી કંપનીઓ આરકેડબલ્યું ડેવલોપર્સ, સ્કિલ રિયલ્ટર્સ અને દર્શન ડેવલોપર્સ જેવી નકલી કંપનીઓને આ લોન આપવામાં આવી. દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2014 થી 2017 વચ્ચે આ ત્રણે કંપનીઓને લોન આપવામાં આવી અને આ કંપનીઓએ ભાજપને લગભગ 20 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. 29 જાન્યુઆરી દરમિયાન કોબ્રાપોસ્ટે પ્રેસ કોન્ફ્રન્સ કરીને આ સનસનીખેજ દાવો કર્યો હતો.

નકલી લોન

નકલી લોન

કોબ્રાપોસ્ટ અનુસાર આ કંપનીઓ ઘ્વારા ઘોટાળો કરવામાં આવ્યો તેમને અસુરક્ષિત લોન આપવામાં આવી. આ લોન અલગ અલગ રીતે મેળવવામાં આવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે 2014-15 દરમિયાન ભાજપને 20 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું.

વિદેશમાં રોકાણ કરવામાં આવ્યું

વિદેશમાં રોકાણ કરવામાં આવ્યું

ડીએચએફએલ કંપનીમાં કપિલ વાઘવાન, અરુણા વાઘવાન અને ધીરજ વાઘવાન મુખ્ય પ્રમોટર છે. રિપોર્ટ અનુસાર પ્રમોટરોએ નકલી કંપનીઓ ઘ્વારા નાણાકીય નિયમોનું ઉલ્લંગન કરીને હજારો કરોડો રૂપિયાની લોન મેળવી. આ લોનના પૈસા ઘ્વારા તેમને યુકે, યુએઈ, શ્રીલંકા, મોરેશિયસ જેવા દેશોમાં શેર, ઇકવીટી અને બીજી સંપત્તિઓ ખરીદી.

કરોડો રૂપિયાની ટેક્સ ચોરી

કરોડો રૂપિયાની ટેક્સ ચોરી

રિપોર્ટ અનુસાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની ઘણી કંપનીઓને 1160 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી. કંપનીના માલિકોએ ઇન્સાઇડર ટ્રેડિંગ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી. આવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે. આ નકલી કંપનીના માલિકોએ ભારતીય જનતા પાર્ટીને દાન પણ આપ્યું છે.

English summary
Sensational revelation of Cobrapost 31000 crore fraud by home finance company DHFL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X