For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા રેકોર્ડ પર બજાર, સેંસેક્સ 23300ને પાર

|
Google Oneindia Gujarati News

bse-sensex
મુંબઇ, 12 મેઃ બજારોમાં તેજીનો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે. ખુલતાની સાથે જ સેંસેક્સ અને નિફ્ટીએ નવા રેકોર્ડ નોંધાવ્યા છે. નિફ્ટીએ પહેલીવાર 6900ના મથાળાને પાર કર્યો છે. સેંસેક્સ 23300ની ઉપર પહોંચી ગયું છે. સવારે 9.21 વાગ્યે સેંસેક્સ 312 અંકના વધારા સાથે 23306 અને નિફ્ટી 87 અંગના વધારા સાથે 6945 હતું. મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં 0.7-0.5 ટકાનો વધારો છે.

બેંક, ઓઇલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી શેર 1-05 ટકા વધ્યા છે. મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, ટેક્નિકલ શેર પણ અંદાજે 0.5 ટકા મજબૂત છે. ઓટો, એફએમસીજી અને હેલ્થકેર શેર નબળા છે. નિફ્ટી શેરોમાં ઓએનજીસી 3.5 ટકા ઉછળ્યો છે. એક્સિસ બેન્ક, એસબીઆઇ, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, એલએન્ડટી, ગેલ, પીએનબી, બીએચઇએલ, બીપીસીએલ, ડીએલએફ 2-1.5 ટકા ચઢે છે. દિગ્ગજોમાં સિપ્લા, સન ફાર્મા, યુનાઇટેડ સ્પિરિટ્સ, હિંડાલ્કો 0.8-0.3 ટકા નીચે પડ્યાં છે. ડો. રેડ્ડીઝ, ટીસીએસ, મારુતી સુઝુકી નબળા છે.

English summary
The benchmark BSE Sensex climbed to a new record high of 23,332.90 in opening trade today as fund investors indulged in creating positions ahead of the exit poll results amid a firming trend in the Asian markets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X