For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં કડાકો, સેંસેક્સ 250 અંક ડાઉન

શેર બજારમાં કડાકો, સેંસેક્સ 250 અંક ડાઉન

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં છેલ્લા ત્રણ દિવસથી હાહાકાર મચ્યો છે. સેંસેક્સ આજે 250 અંકના કડાકા સાથે 34,919ની સપાટી પર ખુલ્યું. જ્યારે ગુરુવારે સેંસેક્સ 806.47 અંક ગગળ્યો હતો અને નિફ્ટી 259ના કડાકા સાથે 10,599.25 પર બંધ રહ્યો હતો. જ્યારે રૂપિયો પણ સામાન્ય કમજોરી સાથે ખુલ્યો છે અને 4 પૈસાની કમજોરી સાથે રૂપિયો અત્યારે 73.54 પર ટ્રેડ કરી રહ્યો છે.

sensex

શુક્રવારે નિફ્ટી પણ 95 અંકની કમજોરી સાથે 10,504.15 પર ખુલ્યો. ગુરુવારે બીએસઈ સેંસેક્સના 31 શેરોમાંથી માત્ર 6 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે બુધવારે સેંસેક્સ 550.51 અંકોની કમજોરી સાથે 36 હજારની નીચે આવી ગયો હતો. આ સૂચકાંક 35,975.63ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીની ગતિ પણ ધીમી થઈ અને 150.05 પોઈન્ટના કડાકા સાથે 10,858.25ના સ્તર પર બંધ થયો હતો.

જ્યારે રૂપિયાની વાત કરીએ તો ગુરુવારે રૂપિયામાં 24 પૈસાની કમજોરી જોવા મળી હતી જેની સાથે જ 1 ડોલરની સરખામણીએ રૂપિયો 73.58ની સપાટી પર પહોંચી ગયો હતો. ગુરુવારે જ રૂપિયાએ 73.91ની સપાટી પણ સ્પર્શી હતી. ડૉલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચો- ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

English summary
sensex dives further third consecutive day, rupee slips against dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X