For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Share Market News: પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 13,250થી પણ નીચે

પ્રારંભિક કારોબારમાં મંગળવારે શેર સૂચકાંક સેન્સેક્સ(Sensex) આજે 300 પોઈન્ટથી વધુ ગગડી ગયો છે.

|
Google Oneindia Gujarati News

Share Market Update News (Sensex Nifty): નબળા વૈશ્વિક સંકેતોને લઈને પ્રારંભિક કારોબારમાં મંગળવારે શેર સૂચકાંક સેન્સેક્સ(Sensex) આજે 300 પોઈન્ટથી વધુ ગગડી ગયો છે. વળી, વ્યાપક એનએસઈ નિફ્ટી(Nifty) 99.90 પોઈન્ટ અથવા 0.75 ટકાથી ગગડી 13,228.50 પર નીચે જઈ પહોંચ્યો છે. રિપોર્ટ મુજબ શેર સૂચકાંક સેન્સેક્સમાં મોટી ભાગીદારી રાખનાર કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ અને આઈટીસીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

recession

બીએસઈ સેંસેક્સ પ્રારંભિક ટ્રેડમાં 384 પોઈન્ટથી વધુ ચઢ્યો હતો પરંતુ આ તેજી વધુ ચાલી નહિ, જલ્દી 30 શેરો પર આધારિત સૂચકાંક 307.60 પોઈન્ટ પર આવી ગયો. ત્યારબાદ સેન્સેક્સ 0.68 ટકાના ઘડાડા સાથે 45,246.36 પર આવી ગયો. સેન્સેક્સમાં સૌથી વધુ 3 ટકાના ઘટાડો એમએન્ડએમમાં થયો છે. આ ઉપરાંત ઈન્ડસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, ઓએનજીસી અને આઈટીસી ઘટનાર શેરોમાં શામેલ છે.

વળી, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, પાવરગ્રિડ, એચસીએલ ટેક અને ઈન્ફોસીસ ફાયદામાં હતા. તમને જણાવી દઈએ કે ગયા સત્રમાં સેન્સેક્સ 1,406.73 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ 432.15 પોઈન્ટ કે 3.14 ટકાના ઘટાડા સાથે 13,328.40 પર બંધ થયો.

ગૌહર ખાન-ઝૈદ દરબારની લગ્નની રસમો શરૂ, જુઓ ફોટા-વીડિયોગૌહર ખાન-ઝૈદ દરબારની લગ્નની રસમો શરૂ, જુઓ ફોટા-વીડિયો

English summary
Sensex extends down 300 Points and Nifty Below 13,250.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X