For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં મચ્યો કોહરામ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, ઝટકામાં ડૂબ્યા રોકાણકારોના 3 લાખ કરોડ

શેર બજારમાં આજે મોટી હલચલ મચી ગઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટ તૂટી ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શેર બજારમાં આજે મોટી હલચલ મચી ગઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટ તૂટી ગયો છે. આ ઘટાડાએ એક જ ઝટકામાં રોકાણકારોને 300000 કરોડ ડૂબાડી દીધા. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ઘરેલુ શેર બજારમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે શેર બજારમાં શરૂઆત સાથે જ ઘટાડો જોવા મળ્યો, ગુરુવારે સેન્સેક્સમાં 935 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ઘટીને 39860 પાસે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટીાં 265 પોઈન્ટનો વધુ ઘટાડો છે અને તે 11700 પાસે પહોંચી ગયો છે.

sensex

શેર બજારમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બુધવારે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનુ માર્કેટ કેપ 1,60,56,605.84 કરોડ હતુ જે ગુરુવારે ઘટીને 1,57,65,742.89 કરોડ રૂપિયા રહી ગયુ. એટલે કે સેન્સેક્સમાં આવેલા આ 900 પોઈન્ટના ઘટાડાને કારણે આજે રોકાણકારોના 3,00,000 કરોડ સાફ થઈ ગયા.

આજે વેપારમાં આઈટી કંપનીઓના શેરોમાં જોરદાર વેચવાળી જોવા મળી. એચસીએલ ટેક અને માઈંડટ્રીના શેરોમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો. વળી, ટીસીએસ, વિપ્રોના શેર 2 ટકા સુધી ગગડ્યા. વળી, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસના શેરોમાં 3થી 4 ટકા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો. આઈટી ઉપરાંત બેંક શેરો પર પણ આજે દબાણ રહ્યુ. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંકના શેરોમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો આવ્યો. વળી, ઈન્ડસઈંડ બેંક, એસબીઆઈના શેર 2 ટકા સુધી ગગડ્યા.

વાસ્તવમાં રાહત પેકેજનુ એલાન ન થવાના કારણે અમેરિકી બજાર દબાણમાં છે. વળી, અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીના નિવેદને વેપારીઓને વધુ નિરાશ કરી દીધા. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ કહ્યુ કે ચૂંટણી પહેલા રાહત પેકેજ શક્ય નથી ત્યારબાદ બજારમાં દબાણની સ્થિતિ છે અને બજાર ઘટાડા તરફ આગળ વધી રહ્યુ છે. અમેરિકી બજારમાં ચાલી રહેલ દબાણની અસર આજે એશિયાઈ બજારો પણ પણ જોવા મળી અને એસજીએક્સ નિફ્ટી, નિક્કેઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેટેડ, કોસ્પી, શંઘાઈ કંપોઝીટ વગેરે ઘટાડા સાથે ખુલ્યા.

પીએમ મોદીની સંપત્તિ એક વર્ષમાં 36 લાખ વધી, અમિત શાહની ઘટીપીએમ મોદીની સંપત્તિ એક વર્ષમાં 36 લાખ વધી, અમિત શાહની ઘટી

English summary
Sensex fell by 900 points, Know the reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X