આર્થિક સુધારાથી સેન્સેક્સ 15 મહિનાની ઊંચી સપાટીએ

કેન્દ્ર સરકારે ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં એફડીઆઇની મર્યાદામાં વધારો અને પેન્શન ક્ષેત્રમાં એફડીઆઇને મંજૂરી આપી હતી. આ પગલાંને આવકારતા માર્કેટે આજે તેજીનું વલણ દર્શાવ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટિ પણ 0.09 ટકા એટલે કે 5.35 પોઇન્ટના વધારા સાથે 5793.05 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
સરકારે ઇન્શ્યોરન્સમાં એફડીઆઇની મર્યાદા 26 ટકાથી વધારીને 49 ટકા કરી છે. આ સાથે પેન્શન સેક્ટરમાં પણ એફડીઆઇને મંજુરી આપી છે. આ સાથે એશિયાના માર્કેટમાં પણ જોવા મળેલા મક્કમ વધારાના પગલાંએ માર્કેટને પ્રોત્સાહન આપ્યું છે.












Click it and Unblock the Notifications
