For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સ, નિફ્ટી તેજી બાદ સામાન્ય સ્તરે બંધ

|
Google Oneindia Gujarati News

ભારતીય શેરબજારના સૂચકઆંકો સર્વોચ્ચ સપાટીએ પહોંચીને ફ્લેટ સ્તરે બંધ રહ્યા હતા. શુક્રવારની તેજી બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીની ગતિ અટકી હતી.

સેન્સેક્સ 5 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1.95 પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. જે સ્ટોક્સમાં મંદી જોવા મળી હતી તેમાં ઓટો સ્ટોક્સ અગ્ર રહ્યા હતા. ખાસ કરીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતિ સુઝુકી અને હીરો મોટો કોર્પના વેચાણમાં ઓક્ટોબરમાં ઘટાડો નોંધાવાને કારણે શેર્સ તૂટ્યા હતા. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના શેર્સમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

stock-market-7

જ્યારે નિફ્ટીમાં આજે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, સીસા સ્ટરલાઇટ વગેરે જેવા સ્ટોક્સમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ રિયલ એસ્ટેટ સ્ટોક્સ જેવા કે યુનિટેક, એચડીઆઇએલ અને ઇન્ડિયાબુલ્સમાં તેજી જોવા મળી હતી.

પીએસયુ બેંકના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી. જેમાં સિન્ડિકેટ બેંક અને આઇડીબીઆઇ બેંકના શેર્સ આગળ રહ્યા હતા.

ડાબર ઇન્ડિયાના પરિણામો ધારણા કરતા સારા આવતા તેનો શેર આજે દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડમાં પણ ખરીદદારોએ રસ દાખવ્યો હતો.

નોંધનીય છે કે યુરોપના માર્કેટમાં મંદી જોવા મળતા આજે મોટા ભાગના એશિયન બજારો ઘટીને બંધ રહ્યા હતા.

English summary
Sensex, Nifty end flat after hitting record highs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X