For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેરબજારઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો, જાણો કેટલા પોઈન્ટ ગગડ્યુ માર્કેટ

આજે શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ. આજે બીએસઈનો સેન્સેક્સ લગભગ 457.28 પોઈન્ટના ઘટાડા સાથે 55172.21 પોઈન્ટના સ્તરે ખુલ્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યુ. આજે બીએસઈનો સેન્સેક્સ લગભગ 457.28 પોઈન્ટના ઘટાડા સાથે 55172.21 પોઈન્ટના સ્તરે ખુલ્યો. વળી, એનએસઈનો નિફ્ટી 139.80 પોઈન્ટના ઘટાડા સાથે 16429.00 પોઈન્ટના સ્તરે ખુલ્યો. આજે બીએસઈમાં શરુઆતમાં કુલ 2,101 કંપનીઓમાં ટ્રેડિંગ શરુ થયુ જેમાંથી લગભગ 411 શેર તેજી સાથે અને 1578 ઘટાડા સાથે ખુલ્યા. વળી, 112 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા કે વધ્યા સાથે ખુલ્યા.

sensex

નિફ્ટીના ટૉપ ગેઈનર

  • એસબીઆઈના શેર લગભગ 16 રુપિયાની તેજી સાથે 1130.40 રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • એશિયન પેઈન્ટ્સના શેર લગભગ 32 રુપિયાની તેજી સાથે 30033.45 રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • ભારતી એરટેલના શેર લગભગ 8 રુપિયાની તેજી સાથે 630.65 રુપિયાના સ્તરે ખુલ્યા.
  • મારુતિ સુઝુકીના શેર લગભગ 39 રૂપિયાની તેજી સાથે 6879.35ના સ્તરે ખુલ્યા.
  • ઈનફોસિસના શેર લગભગ 9 રુપિયાની તેજી સાથે 1742.70 રુપિયાના સ્તરે ખુલ્યા.

નિફ્ટીના ટૉપ લૂઝર

  • હિન્ડાલ્કોના શેર લગભગ 19 રૂપિયાના ઘટાડા સાથે 408.35 રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • ટાટા સ્ટીલના શેર લગભગ 59 રૂપિયાના ઘટાડા સાથે 1441.10 રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • ઓએનજીસીના શેર લગભગ 4 રૂપિયાના ઘટાડા સાથે 108.85 રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • જેએસડબ્લ્યુ સ્ટીલના શેર લગભગ 23 રૂપિયાના ઘટાડા સાથે 714.10રૂપિયાના સ્તરે ખુલ્યા.
  • ડા રેડ્ડીઝ લેબના શેર લગભગ 103 રૂપિયાના ઘટાડા સાથે 4584.05 રૂપિયાના સ્તરે ખુલ્યા.

કેવી રીતે ખરીદી શકો છો શેર બજારમાંથી શેર

શેર બજારમાંથી જો કોઈ વ્યક્તિને રોકાણ કરવાની ઈચ્છા હોય તો તેણે પહેલા કોઈ શેર બ્રોકર પાસે એક ડીમેટ અકાઉન્ટ અને ટ્રેડિંગ ખાતુ ખોલાવવુ પડે. સીધા સ્ટૉક એક્સચેન્જમાંથી શેર ખરીદી શકાય નહિ. ડીમેટ અને ટ્રેડિંગ ખાતુ ખોલાવવા માટે પેન, આધાર અને બેંક ખાતાની જરૂર પડે છે. જો આ દસ્તાવેજ હોય તો આરામથી કોઈ બ્રોકર પાસે ખાતુ ખોલાવીને શેર બજારમાં રોકાણ શરુ કરી શકાય છે.

English summary
Sensex opened 457 points down and Nifty opened down by 140 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X