For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન સંકટ વચ્ચે શેર બજારમાં ભારે કડાકો, સેંસેક્સ-નિફ્ટી લગભગ 2% તૂટ્યા

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની ભારતના શેર બજાર પર સીધી અસર થતી દેખાઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની ભારતના શેર બજાર પર સીધી અસર થતી દેખાઈ રહી છે. આજે બજારના સપ્તાહનો છેલ્લો દિવસ છે અને આજે પણ બજાર પર વેચવાળીનુ ભારે દબાણ જોવા મળી રહ્યુ છે. સેંસેક્સમાં લગભગ 1.83 ટકાનો કડાકો નોંધવામાં આવ્યો છે. 10.43 મિનિટે સેંસેક્સ 1010 પોઈન્ટ નીચે આવીને 54085 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 1.84 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 16186 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. રોકાણકારોમાં ડરના કારણે બજાર પર વેચવાળીનુ દબાણ છે. આના કારણે જ બજારને છેલ્લા ઘણા દિવસોથી બેઠા થવાનો મોકો નથી મળી રહ્યો.

sensex

બજારમાં વેચવાળીની અસર આયશર મોટર, હિદુસ્તાન લીવર, ટાઈટન, એક્સિન બેંક, મારુતિ, એશિયન પેઈન્ટ પર પણ જોવા મળી છે. આના શેરમાં 3-5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં લગભગ બધા સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઑટો સેક્ટરમાં લગભગ ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મૉલકેપમાં 1.5થી 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વળી, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા એલઆઈસીનો આઈપીઓ પણ ટાળવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આને હવે આગલા નાણાકીય વર્ષમાં લાવવામાં આવશે. બજારમાં અસ્થિરતાના માહોલ વચ્ચે સરકાર એલઆઈસીના આઈપીઓને લાવવાનુ ટાળી રહી છે. રિપોર્ટ મુજબ બેંકર્સ આ નાણાકીય વર્ષમાં એલઆઈસીના લિસ્ટિંગને શિફ્ટ કરવાની તૈયારી કરી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આને લઈને અધિકૃત નિવેદન આગલા સપ્તાહે કરવામાં આવી શકે છે. જો બજાર સ્થિર હોય તો તેને એપ્રિલ મહિનામાં લાવવામાં આવી શકે છે.

English summary
share market down amid continued fear of Russia Ukraine crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X