For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સમાં રેકોર્ડતોડ ઘટાડો, 1 કલાકમાં 1000 પોઇન્ટ ગગડ્યો

શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાનો અંત શુક્રવારે પણ નથી આવી રહ્યો. આજે સવારે સેન્સેક્સ અને નિફટી બંનેમાં તેજી જોવા મળી.

|
Google Oneindia Gujarati News

શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાનો અંત શુક્રવારે પણ નથી આવી રહ્યો. આજે સવારે સેન્સેક્સ અને નિફટી બંનેમાં તેજી જોવા મળી. આજે સવારે સેન્સેક્સ 289.67 પોઇન્ટ વધીને 37,410.89 પોઇન્ટ પર ખુલ્યું જયારે નિફટી 89.55 પોઇન્ટ વધીને 11,323.90 પોઇન્ટ પર ખુલી. પરંતુ બપોર આવતા આવતા સેન્સેક્સ ગગડવાનું ચાલુ કરી દીધું અને જોતજોતામાં 1000 પોઇન્ટ નીચે ગગડી ગયો. જયારે નિફટીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો.

sensex

મોહરમ અવસરે શેરમાર્કેટ બંધ રહ્યા પછી શુક્રવારે બજારે તેજી પકડી હતી અને સવારે સેન્સેક્સ સાથે સાથે નિફટીમાં પણ ઉછાળો આવ્યો હતો. પરંતુ અચાનક દલાલ સ્ટ્રીટમાં હડકંપ મચી ગયો જયારે સેન્સેક્સ 1 કલાકમાં જ 1000 પોઇન્ટ ગગડીને 35,993.64 જેટલા નીચલા સ્તરે આવી ગયો. આ દરમિયાન નિફટીને પણ ઝાટકો લાગ્યો અને 350 પોઇન્ટ ગગડીને 10,866.45 પોઇન્ટ પર આવી ગયો.

જયારે ડીએચએફએલ શેરમાં 57 ટકા સુધીનો ઘટાડો થયો હતો. પરંતુ થોડા સમય પછી બજાર સુધર્યું અને 36,896.14 પર પહોંચી ગયું. સેન્સેક્સ હાલમાં 225 પોઇન્ટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

English summary
share market: sensex recovers after 1000 points fall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X