For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંધણ ગેસ ધારકો માટે આનંદના સમાચાર આવી શકે છે

|
Google Oneindia Gujarati News

gas cylinder
નવી દિલ્હી, 24 નવેમ્બર: પ્રત્યેક પરિવારદીઠ સબસીડાઈઝડ એલપીજી રાંધણગેસ સિલિન્ડરની માર્યાદિત કરવામાં આવેલી સંખ્યામાં વધારો કરવા અંગે સરકાર વિચાર કરી રહી હોવાનું પેટ્રોલીયમ પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું.

દિલ્હીમાં છઠ્ઠા સબસીડાઈઝડ સિલિન્ડરથી આગળ વધુ કોઈ સિલિન્ડરની કિંમત ૧૪.૨ કિલોગ્રામે ૮૯૫.૫૦ રૂપિયા છે. સરકારના નિર્ણયને પગલે ઓઈલ કંપનીઓ એકથી વધુ કનેક્શન ધરાવતા ગ્રાહકોની નોંધણી રદ કરી રહી છે.

મોઇલીએ ઉમેર્યું હતું કે, સબસીડાઈઝડ ડોમેસ્ટિક એલપીજીનું ડાયવર્ઝન અટકાવવાના પ્રયાસમાં મોટી સંખ્યામાં ૧.૮૪ લાખ કનેક્શનો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંના ૨.૪૧ લાખ કનેક્શનો ગ્રાહકોએ જ રદ કરાવી દીધાં હતાં.

English summary
The government is looking into demands for raising the six-cylinder annual cap on supply of subsidized cooking gas refills to each family, oil minister M Veerappa Moily told the Lok Sabha in a written reply on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X