For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોની એક્સપીરિયા ઝેડ 1 કોમ્પેક્ટ, પોકેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

મોટાભાગના લોકોનું કહેવું છેકે મોટી સ્ક્રીનના સ્માર્ટફોન ઘણા સારા હોય છે, પરંતુ જો તેને મજબૂત અને દમદાર હાર્ડવેર નહીં આપવામાં આવે તો કદાચ મોટી સ્ક્રીનમાં ફોન હેગ થવા ઉપરાંત તમે કોઇ ખાસ નહીં જોઇ શકો.

અહીં આપણે મોટી સ્ક્રીન અંગે વાત કરી રહ્યાં છીએ તો એ જાણવું જરૂરી છેકે આખરે આ ઉપરાંત આપણે એક સારા ફોનમાં કયા કયા ફીચર્સને ધ્યાનમાં રાખવા જોઇએ. જો તમે એક સારો સ્માર્ટફોન લેવા માગો છો તો તેમાં 2 ગીગાહર્ટ્ઝ સુધીનું પ્રોસેસર, એક સારો કેમેરા, લેટેસ્ટ ઓએસ, કનેક્ટિવિટીના લેટેસ્ટ ઓપ્શન હોવા જોઇએ, પરંતુ જો તેના કરતા પણ વધારે પાવરફૂલ અને ફીચર્સવાળો સ્માર્ટફોન લેવા ઇચ્છતાં હોવ તો તેના માટે સોનીનો એક્સપીરિયા ઝેડ 1 કોમ્પેક્ટ સૌથી સારી ડીલ સાબિત થઇ શકે છે.

ડિઝાઇન

ડિઝાઇન

ઝેડ 1 કોમ્પેક્ટમાં એલ્યુમીનિયમ ફ્રેમ સાથે ગ્લાસનું બેક કવર આપવામાં આવ્યું છે, જે ફોનને ઘણો રફ એન્ડ ટફ બનાવી દે છે. ફોનને સાઇઠ રાઉન્ડ શેપમાં આપવામાં આવ્યો છે. જોકે ફોન સ્લિમ સાઇઝના કારણે ફોનના કિનારે આપવામાં આવેલા કેમેરા શટર બટનને પ્રયોગ કરવામાં થોડીક મુશ્કેલી પડી શકે છે. સાથે જ ફોનમાં કોલ દરમિયાન જો તમે વોલ્યુમ ઓછુ કરવા માગો છો તો થોડીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વોટરપ્રૂફના ફીચર હોવાના કારણે ફોનને વરસાદમાં પણ ઉપયોગ કરી શકાય છે.

ડિસપ્લે

ડિસપ્લે

ઝેડ 1માં 4.3 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જે ફૂલ એચડી 1080 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ આપે છે, એટલે કે ઝેડ 1માં વીડિયો અને તસવીરો બ્રાઇટ તથા ક્લિયર દેખાય છે. જો તમે ઝેડ 1 સીધો તડકાંમાં લઇ જાઓ તો ફોનની સ્ક્રીન થોડીક ડીમ પડી જાય છે સાથે જ સ્ક્રીનમાં લખેલા ટેક્સ્ટ પણ આછા દેખાય છે.

સોફ્ટવેર

સોફ્ટવેર

ઝેડ 1 કોમ્પેક્ટમાં એન્ડ્રોઇડનું 4.3 વર્ઝન ઓએસ આપવામાં આવ્યું છે, જે અપગ્રેડ કરી શકાય છે. જોકે યુઝર્સને 4.3 અને 4.4માં કોઇ ખાસ અંતર લાગશે નહીં, ઉપરાંત ફોનમાં અનેક પ્રી લોડેડ એપ્લીકેશન આપવામાં આવી છે, જેમકે ફાઇલ મેનેજર, ફેસબુક જેને તમે અનઇન્સ્ટોલ નહીં કરી શકો. સૌથી વધારે સમસ્યા એ છેકે જ્યારે વોઇસપાઇલોટ જેવી નેવિગેશન એપને પણ તમે અનઇન્સ્ટોલ કરી શકતા નથી.

કેમેરા

કેમેરા

ઝેડ 1 કોમ્પેક્ટમાં 20.7 મેગા પિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, જેની ઇમેજ સેન્સર બીજા સ્માર્ટફોનની સરખામણીએ મોટી છે. કેમેરાના ફીચર્સ પર નજર ફેરવીએ તો ફોનમાં લો લાઇટ, ડિફોલ્ટ ઇમેજ સોશિયલ મીડિયા શેરિંગ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ઝેડ કોમ્પેક્ટમાં જો તમને 8 ઓટોમોડમાં તસવીર લેવી છે, તો તેના માટે 8 મેગાપિક્સલ કેમેરા સાઇઝ સિલેક્ટ કરવી પડશે, પરંતુ જો મેન્યુઅલ મોડમાં તસવીરો લેવા માગો છો તો 20 મેગાપિક્સલ કેમેરા પણ સિલેક્ટ કરી શકો ચો. આ ઉપરાંત ઓટો મોડમાં અનેક બીજા સેટિંગ આપવામાં આવ્યા છે. ઝેડ 1 કોમ્પેક્ટમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં વીડિયો કોલ અને ચેટ દરમિયાન સ્વચ્છ તસવીરો મળી આવે છે.

પરફોર્મન્સ

પરફોર્મન્સ

ઝેડ 1 કોમ્પેક્ટમાં ક્વોલકોમનું 800 સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે, તો 2.2 ગીગાહર્ટની સ્પીડથી રન કરે છે. આ ઉપરાંત ફોનમાં 2 જીબી રેમ લાગેલી છે, જે ફોનને ફાસ્ટ સ્પીડ આપે છે. કોલ દરમિયાન ઝેડ 1માં સારી કનેક્ટિવિટી મળે છે, સાથે જ ફોનની સાઉન્ડ ક્વોલિટી પણ સારી છે. 3જી કનેક્ટિવિટી દરમિયાન 14 કલાક બેટરી બેક અપ મળે છે.

કેવો છે ઝેડ 1 કોમ્પેક્ટ

કેવો છે ઝેડ 1 કોમ્પેક્ટ

33499 રૂપિયામાં ઝેડ 1 કોમ્પેક્ટ તમે ઓનલાઇટ સાઇટ્સથી ખરીદી શકો છો, આ રેન્જ પર નજર ફેરવો તો માર્કેટમાં જી 2 અને સેમસંગ ગેલેક્સી એસ 4 મળી જશે અથવા તો પછી નેક્સસ 5 પણ મળી શકે છે. પરંતુ આ તમામમાં મોટી સ્ક્રીન આપવામાં આવી છે, સાથે જ તેઓ સાઇઝમાં પણ મોટા છે, જો તમે કોમ્પેક્ટ અને આ તમામથી થોડોક નાનો ફોન લેવા માગો છો તો એક્સપીરિયા ઝેડ 1 કોમ્પેક્ટ તમારા માટે સારો સાબિત થશે.

English summary
sony xperia z1 compact review
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X