ટૂંક સમયમાં GSTમાંથી 12 અને 18 ટકા સ્લેબ દૂર કરાશે, બંનેના સ્થાને આવશે 15 ટકા સ્લેબ
પેનલ ફુગાવાની ચિંતાને કારણે લઘુત્તમ 5 ટકાથી 8 ટકાના દરમાં વધારો કરવાની દરખાસ્ત અંગે સાવચેત છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ બાબતો સામે આવી છે.
નવી દિલ્હી : GST દરના માળખામાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, આમાં ફેરફાર સૂચવવા માટે રચાયેલા રાજ્ય મંત્રીઓની સમિતિ 12 ટકા અને 18 ટકાના સ્લેબને જોડીને 15 ટકાના સ્લેબનું સૂચન કરી શકે છે. એટલે કે પછી 12 અને 18 ટકાના સ્લેબને દૂર કરી શકાય છે અને તેની જગ્યાએ 15 ટકાનો સ્લેબ આવશે. જોકે, પેનલ ફુગાવાની ચિંતાને કારણે લઘુત્તમ 5 ટકાથી 8 ટકાના દરમાં વધારો કરવાની દરખાસ્ત અંગે સાવચેત છે. ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ બાબતો સામે આવી છે.

GST દરોને સરળ બનાવવા માટે GoMની રચના કરાઇ
GST કાઉન્સિલ દ્વારા મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી, જે GST દરોને સરળ બનાવવા, વર્ગીકરણ સંબંધિત વિવાદોનું સમાધાન કરવા અને GSTઆવક વધારવા માટે તેના સૂચનો આપશે. GST કાઉન્સિલની બેઠકમાં મંત્રીઓના જૂથની ભલામણો પર ચર્ચા કરવામાં આવશે અને તે પછી અંતિમ નિર્ણય લેવામાંઆવશે.

આગામી સપ્તાહે યોજાઈ શકે છે બેઠક
સૂત્રોને ટાંકીને, અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, આ જીઓએમની બેઠક આવતા અઠવાડિયે યોજાય તેવી શક્યતા છે, જેમાં દરો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશેઅને ભલામણો કરવામાં આવશે. રિપોર્ટ અને રાજ્યની આવકની સ્થિતિ અંગે વિચારણા કરવા GST કાઉન્સિલ આવતા મહિનાની શરૂઆતમાં મળે તેવી શક્યતા છે.

હવે GST દરનું માળખું શું છે?
GST 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દર સાથે 4 સ્તરીય માળખું ધરાવે છે. આ ઉપરાંત, મોંઘી ધાતુઓ જેવી અમુક વસ્તુઓ માટે વિશેષ દરો છે. આ બધાનેકારણે આ વ્યવસ્થા જટિલ બની ગઈ છે. જુલાઈ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો, ત્યારે રેવન્યુ ન્યુટ્રલ રેટ લગભગ 15.5 ટકા હતો.
રેવન્યુ ન્યુટ્રલ રેટ એ દર છે કે, જેના પર GSTના અમલીકરણ પર રાજ્યો અથવા કેન્દ્રને કોઈ નુકસાન થતું નથી. જોકે, ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ અને દરોમાંઘટાડાથી તે ઘટીને 11.6 ટકા પર આવી ગયો છે.












Click it and Unblock the Notifications
