Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sovereign Gold Bond scheme: જાણો SGBSના ફાયદા અને રોકાણ કેવી રીતે કરશો રોકાણ?

Sovereign Gold Bond scheme: ભારતમાં સોનુ ખરીદવું અતિ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત આ રોકાણ માટે પણ સારો વિકલ્પ છે. આજે આપણે ફિઝિકલ ગોલ્ડ સાથે ડિઝિટલ ગોલ્ડમાં પણ રોકાણ કરી શકીએ છીએ.

જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો તમે ચાલુ નાણાકીય વર્ષ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની બીજી કેટેગરીમાં પણ રોકાણ કરી શકો છો.

Sovereign Gold Bond scheme

SGB​ સ્કીમની બીજી કેટેગરી માટે સબસ્ક્રિપ્શન 12 ફેબ્રુઆરી, 2024 ના રોજ ખુલશે, અને 16 ફેબ્રુઆરી, 2024 ના રોજ બંધ થશે. આમાં તમે 10 ગ્રામ સોના માટે 5,923 રૂપિયામાં રોકાણ કરી શકો છો. ચાલો જાણીએ કે, SGBsમાં રોકાણ કરવાના ફાયદા શું છે.

SGBમાં રોકાણ કરવાના ફાયદા

  • રોકાણકારને વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે.
  • SGBમાં રોકાણકારોને કેપિટલ ગેઈન ટેક્સમાંથી મુક્તિ મળે છે. એટલે કે રોકાણકારે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડતો નથી.
  • રોકાણકારો કોલેટરલ તરીકે સોવરિન ગોલ્ડ બોન્ડનો પણ ઉપયોગ કરી શકે છે.
  • સોવરિન ગોલ્ડ બોન્ડમાં કોઈ સુરક્ષા તણાવ નથી. જ્યારે બેંક લોકર્સનો ઉપયોગ ભૌતિક સોનાને સુરક્ષિત રાખવા માટે કરવો પડે છે, પરંતુ ડિજિટલ સોનામાં તેની કોઈ જરૂર નથી.
  • શેરની જેમ, સોવરિન ગોલ્ડ બોન્ડ પણ સ્ટોક એક્સચેન્જમાં સરળતાથી ટ્રેડ થઈ શકે છે.
  • સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા અથવા વેચવા પર કોઈ GST અને મેકિંગ ચાર્જ ચૂકવવો પડતો નથી.
  • મેચ્યોરિટી પહેલા SGBમાંથી ઉપાડ કરી શકાય છે.
  • જ્યારે તમે ઓનલાઈન ખરીદી કરો છો, ત્યારે તમને ડિસ્કાઉન્ટ મળે છે
  • જો રોકાણકારો સોવરિન ગોલ્ડ બોન્ડ ઓનલાઈન અથવા ઓનલાઈન પેમેન્ટ દ્વારા ખરીદે છે, તો તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ પ્રતિ ગ્રામ માત્ર 5,873 રૂપિયા ચૂકવવા પડશે.

SGB કેવી રીતે વેચશો - તમે બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSE દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X