For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Share Market Update: શેર બજાર પર કોરોનાનો કહેર, રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબ્યા

Share Market Update: શેર બજાર પર કોરોનાનો કહેર, રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ Share Market Update: શેર માર્કેટમાં જબરી ઉથલ પાથલ મચી છે. સોમવારે સેંસેક્સ 2000 અંકથી વધુ નીચે ગગડી ગયો છે. જ્યારે નિફ્ટીમાં 432.15 અંકની ગિરાવટ જોવા મળી છે. સેંસેક્સ આજે 2037 અંક ગગડીને 44923.08ના નિચલા સ્તરે પહોંચી ગયો છે. કોરોનાના સેકન્ડ વેવની ચિંતાએ શેર બજારમાં હાહાકાર મચાવી દીધો છે.

sensex

સેંસેક્સ જ્યાં ગગડીને 44923.08ના નિચલા સ્તરે પહોંચી ગયો છે ત્યારે નિફ્ટી 13328.40 પર બંધ થયો. બજાર બંધ થવા પર Sensex 1406 અંક ટૂટી 45553.96 પર બંધ થયો. શેર બજાર આજે લાલ નિશાન સાથે બંધ થયું. જણાવી દઈએ કે બ્રિટેન સાથે જ એશિયાના કેટલાક દેશોમાં કોરોનાની બીજી લહેરે રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. રોકાણકારોમાં વધેલી ચિંતાના કારણે આજે વૈશ્વિક સ્તરે સેંટિમેંટ કમજોર થયું અને શેર બજાર ધડામ થઈ ગયું છે.

સોમવારે રૂપિયો ડોલરના મુકાબલે 18 પૈસા કમજોરી સાથે ખુલ્યો અને 73.75 પર પહોંચી ગયો. આજે સૌથી વધુ નુકસાન પ્રાઈવેટ બેંકોને થયું. જ્યારે મિડકેપ શેર પણ કમજોર થયા છે. સોમવારે સેંસેક્સના 30 સ્ટોક રેડ નિશાનમાં બંધ થયા. જ્યારે ONGCના શેરમાં 8.8 ટકાની ગિરાવટ આવી જ્યારે ઈંડસઈંડ બેંક, એસબીઆઈ, એનટીપીસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, ટીસીએસના શેરમાં વેચવાલી હાવી રહી. ટાટા મોટર્સના શેરમાં 2 ટકાની ગિરાવટ આવી છે.

Gold Rate Today: સોનું અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે, જાણોGold Rate Today: સોનું અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે, જાણો

English summary
stock market crashed, investors lost 7 lakh crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X