For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PF ખાતાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય, તમારા પગાર પર અસર થશે

જો તમે નોકરિયાત છો તો તમારું PF એકાઉન્ટ પણ જરૂર હશે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ભવિષ્ય નિધિ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જો તમે નોકરિયાત છો તો તમારું PF એકાઉન્ટ પણ જરૂર હશે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ભવિષ્ય નિધિ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પીએફ કેલ્ક્યુલેશનને લગતો મહત્વનો નિર્ણય આપતા જણાવ્યું છે કે કંપનીઓ કર્મચારીઓની બેઝિક સેલીરીમાંથી 'સ્પેશિયલ એલાઉન્સ' ને અલગ કરી શકતી નથી. અર્થ એ છે કે કર્મચારીઓના PF ડિડક્શનના કેલ્ક્યુલેશન માટે તેમને તેમની બેઝિક સેલીરીમાં સ્પેશિયલ એલાઉન્સને પણ શામેલ કરવું પડશે.

PF એકાઉન્ટને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

PF એકાઉન્ટને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

નોકરી કરતા કર્મચારીઓના પીએફ કેલ્ક્યુલેશનને લઇને સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે અને કહ્યું છે કે કંપનીઓના કર્મચારીઓના પીએફ કેલ્ક્યુલેશનમાં તેમની બેઝિક સેલરીમાં સ્પેશિયલ એલાઉન્સનો સમાવેશ કરવો પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કંપનીઓ પર નાણાકીય બોજ વધી શકે છે, જો કે તે કર્મચારીઓ પર કોઈ અસર નહીં થાય, જેની બેઝિક સેલિરી અને સ્પેશિયલ એલાઉન્સ દર મહિને 15,000 રૂપિયાથી વધુ છે. 15 હજાર રૂપિયા સુધીની બેઝિક સલેરી અને એલાઉન્સેઝ વાળા લોકો માટે જ લાગુ થશે. આના કરતાં વધુ વેતન મેળવનારા લોકો માટે પીએફમાં ફાળો આવશ્યક નથી.

ટેક હોમ સૅલરી પર અસર

ટેક હોમ સૅલરી પર અસર

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પ્રભાવ તેમની સૅલરી પર નથી પાડવાનો, જેની બેઝીક સૅલરી અને સ્પેશિયલ એલાઉન્સ 15000 રૂપિયાથી વધારે છે. જો તમારી સૅલરી 20000 રૂપિયા છે, જેમાં બેઝીક સૅલરી 6000 રૂપિયા, સ્પેશલ એલાઉન્સ 12000 રૂપિયા છે તો તમારું પીએફ 6000 રૂપિયા પર નહીં પરંતુ 18000 રૂપિયા પર કેલ્ક્યુલેટ કરવામાં આવશે. આનો અર્થ એ કે તમારા સ્પેશિયલ એલાઉન્સને બેઝિક સેલીરીમાં એડ કર્યા પછી પીએફ કેલ્ક્યુલેશન કરવાથી તમારી ટેક હોમ સૅલરી ઓછી થઇ જશે. મતલબ કે તમારા વધુ પૈસા પીએફ એકાઉન્ટમાં જશે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટએ

શું કહ્યું સુપ્રીમ કોર્ટએ

વાસ્તવમાં ઘણી કંપનીઓ કાયદાકીય લઘુત્તમ વેતન ધરાવતા લોકોના પીએફ જમા કરાવતી ન હતી, જેના પગલે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય આવ્યો. કોર્ટમાં આવા કિસ્સાઓમાં પીએફ ડિડક્શન લાગુ કરવાના નિયમને લાગુ કરવાનો સુઝાવ આપ્યો, જેમાં કુલ વેતન વધુ છે, પરંતુ મૂળ વેતન ઓછું છે. આવા કિસ્સાઓમાં સ્પેશિયલ એલાઉન્સ માટે બેઝિક સેલીરીમાં એડ કરી પીએફ કંટ્રિબ્યુશન આપવાનો આધાર બનાવવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી કેટલાક એમ્પ્લોયજની ટેક હોમ સેલીરી ઓછી થઇ જશે.

English summary
Supreme Court judgement on PF contribution: How it impacts your PF and take-home pay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X