ટાટાના હાથમાં એર ઈન્ડિયાની કમાન પર સરકારની સફાઈ

ટાટા સન્સે એરઈન્ડિયાની બોલી જીતી લીધી છે. આ જીત સાથે જ એક વાર ફરીથી એર ઈન્ડિયાની કમાન ટાટાના હાથમાં પહોંચી ગઈ છે.

નવી દિલ્લીઃ ટાટા સન્સના હાથમાં એક વાર ફરીથી એર ઈન્ડિયાની કમાન જવાના મીડિયાના રિપોર્ટનુ સરકારે ખંડન કર્યુ છે. મીડિયાના હવાલાથી શુક્રવારે સમાચાર આવ્યા કે એર ઈન્ડિયાની બોલી ટાટાએ જીતી લીધી છે પરંતુ થોડી વાર બાદ જ સરકાર તરફથી તેનુ ખંડન જાહેર કરવામાં આવ્યુ છે. સરકાર તરફથી રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગના સચિવે ટ્વિટ કરીને માહિતી આપી અને લખ્યુ કે મીડિયામાં ચાલી રહેલ સમાચારો ખોટા છે. તેમણે કહ્યુ કે અત્યાર સુધી એર ઈન્ડિયાના ફાઈનાન્સિયલ બિડને મંજૂરી મળી નથી. સરકાર જ્યારે આના પર નિર્ણય લેશે, મીડિયાને આની માહિતી આપવામાં આવશે.

air india

સરકારી કંપની એર ઈન્ડિયામાં ભાગદારી વેચવા માટે સરકાર લાંબા સમયથી કોશિશ કરી રહી હતી. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયા પહેલા પણ ટાટા ગ્રુપની જ કંપની હતી. તેની સ્થાપના જેઆરડી ટાટાએ વર્ષ 1932માં કરી હતી પરંતુ એવિએશન સેક્ટરનુ રાષ્ટ્રીયકરણ થયા બાદ સરકારે તેની ભાગીદારી ખરીદી લીધી હતી. એર ઈન્ડિયાને પબ્લિક કંપની બનાવી દેવામાં આવી.

જો કે પબ્લિક કંપની બાદથી એર ઈન્ડિયા ભારે નુકશાનમાં રહી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ 2019-20માં કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વિમાન કંપની પર 38,366.39 કરોડ રૂપિયાનુ દેવુ થઈ ગયુ. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે જો એર ઈન્ડિયાને વેચવામાં ન આવ્યુ તો તેને બંધ કરવો જ એક માત્ર વિકલ્પ હશે. તમને જણાવી દઈએ કે એર ઈન્ડિયાની કુલ ફિકસ્ડ સંપત્તિ 45,863.27 કરોડ રૂપિયાની છે. કંપનીને દેવાના બોજમાંથી દૂર કરવા માટે પહેલા પણ કોશિશ કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X