For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2021થી ભારતમાં વેચાશે Teslaની ઈલેક્ટ્રિક કારઃ નીતિન ગડકરી

2021થી ભારતમાં વેચાશે Teslaની ઈલેક્ટ્રિક કારઃ નીતિન ગડકરી

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, '2021માં ઈલેક્ટ્રિક કાર કંપની TESLA ભારતમાં એન્ટ્રી કરશે. તેમણે કહ્યું કે 2021થી ભારતમાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર વેંચાશે.' નીતિન ગડકરીએ કહ્યું કે, કંપની આગલા વર્ષે ભારતમાં પોતાનું ઓપરેશન શરૂ કરશે. ભારતીય કંપનીઓ અને શોધકર્તાઓએ સોમવારે (28 ડિસેમ્બરે) કહ્યું કે ઈલેક્ટ્રિક વાહન વિકસિત કરવામાં આપણે પણ હવે સક્ષમ થશું, જે પ્રૌદ્યોગિકીના દ્રષ્ટિકોણે ટેસ્લાની બરાબર હશે.

nitin gadkari

પરિવહન અને એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ આઈડિયા એક્સચેન્જ કાર્યક્રમમાં ધી ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે ટેસ્લા 2021ની શરૂઆત ભારતમાં પરિચાલન શરૂ કરશે. પાછલા કેટલાય વર્ષોથી ટેસ્લાની એન્ટ્રીની વાત ચાલી રહી છે. ઓક્ટોબર 2020માં એલન મસ્કે ટ્વીટ કરી જણકારી આપી હતી કે, 2021માં ટેસ્લા ભારતીય બજારમાં એન્ટ્રી લેશે. ટેસ્લાએ દેશમાં એક R&D સેન્ટર અને એક બેટરી મેન્યૂફેક્ચરિંગ યૂનિટ ખોલવાની પણ યોજના બનાવી છે. ટેસ્લા વર્ષ 2016થી જ ભારતીય બજારમાં પોતાની પ્રોડક્ટ લાવવાની વાત કરી રહી છે.

રિપોર્ટ મુજબ ટેસ્લા આગામી વર્ષ 2021ની જાન્યુઆરી સુધી સત્તાવાર રૂપે ભારતીય બજારમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. ટેસ્લા પોતાની ઈલેક્ટ્રિક કાર મોડલ-3નું પ્રી-બુકિંગ શરૂ કરશે અને પછી જૂન અથવા Q1 2021-22ના અંતમાં કારની ડિલીવરી શરૂ કરી દેશે.

નીતિન ગડકરીએ કહ્યું કે ટેસ્લા પહેલાં વેચાણ સાથે પોતાનું ઓપરેશન શરૂ કરસે અને પછી કારોની પ્રતિક્રિયાના આધારે અસેમ્બલી અને મેન્યુફેક્ચરિંગનું પ્લાનિંગ બનાવી શકે છે.

વેપાર 'One Nation One Mobility Card' કેવી રીતે ભરશો ફૉર્મ, જાણો તેના ફાયદા અને વિગતવેપાર 'One Nation One Mobility Card' કેવી રીતે ભરશો ફૉર્મ, જાણો તેના ફાયદા અને વિગત

ગડકરીએ કહ્યું કે ઘણી નાની કંપનીઓએ ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાં કારખાનામાં ઈલેક્ટ્રિક સ્કૂટર અને બાઈક નિર્માણ શરૂ કરી દીધાં છે. કંપની લિથિયમ આયન બેટરીનો એક વિકલ્પ વિકસિત કરવા માટે શોધ કરી રહી છે... કેમ કે મોટાભાગની લિથિયમ આયન બેટરી ચીનથી મંગાવવામાં આવે છે.

English summary
Tesla's electric car to be sold in India from 2021: Nitin Gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X