For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેંકના ખાતા ધારકોને લાગ્યો ઝાટકો, Paytm સેવા બંધ કરી દીધી

જો તમારું બેંક ખાતું પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (Punjab and Maharashtra Co-operative Bank) માં છે, તો તમને બીજો એક ઝાટકો લાગવાનો છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું બેંક ખાતું પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (Punjab and Maharashtra Co-operative Bank) માં છે, તો તમને બીજો એક ઝાટકો લાગવાનો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકને નોટિસ જારી કરી છ મહિના માટે ટ્રાન્ઝેક્શન સહિતના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ પીએમસી બેન્કો ન તો નવી લોન આપી શકે છે અને ન તો બેંક એકાઉન્ટ ધારકો 25,000 રૂપિયાથી વધુની રકમ તેમના ખાતામાંથી ઉપાડી શકે છે.

PMC બેંક ખાતા ધારકોને ઝાટકો

PMC બેંક ખાતા ધારકોને ઝાટકો

RBI પછી મોબાઇલ વોલેટ કંપની પેટીએમએ પણ પીએમસી બેંકના ખાતા ધારકોને ઝાટકો આપ્યો છે. પેટીએમએ પણ નોટિસ જારી કરીને પીએમસી બેંકના લાખો ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. પેટીએમએ 4 ઓક્ટોબરે પીએમસી બેંકના ખાતા ધારકોને નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં, બેંકના તે ગ્રાહકોને માહિતી આપવામાં આવી છે, જેમણે પેટીએમ દ્વારા કોઈ રોકાણ કર્યું નથી.

પેટીએમએ આપ્યો ઝાટકો

પેટીએમએ આપ્યો ઝાટકો

પેટીએમએ કહ્યું છે કે પીએમસી બેંકમાંથી થતી તમામ ઓટો પેમેન્ટ્સ સિસ્ટમ બંધ કરવામાં આવશે. આ સિવાય હવે પીએમસી બેંકના ખાતા ધારક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) ની ચુકવણી સમયસર થઇ શકશે નહીં. પેટીએમએ કહ્યું છે કે તેમણે પીએમસી બેંકના ગ્રાહકો માટે નેટ બેન્કિંગ અને યુપીઆઈ દ્વારા ચૂકવણી પણ બંધ થઇ જશે.

રોકાણકારો ધ્યાન આપો

રોકાણકારો ધ્યાન આપો

પેટીએમએ વપરાશકર્તાઓને પીએમસી બેંક સિવાયના કોઈપણ અન્ય બેંક ખાતાને તેમના પેટીએમ એકાઉન્ટ સાથે લિંક કરવા જણાવ્યું છે. નવી બેન્ક સાથે લિંક કર્યા પછી પેટીએમ વપરાશકર્તાઓ તેમની એસઆઈપી અથવા કોઈપણ અન્ય રોકાણ નાણાં દાખલ કરી શકે છે.

આ પણ વાંચો: એક કરતા વધારે બેંક ખાતાવાળા રહો સાવચેત, આ બાબતોનું ધ્યાન રાખો

English summary
The bank account holders were shocked, Paytm stopped the service
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X