For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 39 ટકાનો વધારો, ગૌતમ અદાણીની સંપત્તિમાં અધધ વધારો

કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધી રહી છે. ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબોની સંખ્યા ગત વર્ષમાં બમણી થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધી રહી છે. ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબોની સંખ્યા ગત વર્ષમાં બમણી થઈ ગઈ છે, જ્યારે દેશમાં 40 નવા અબજોપતિ બન્યા છે. આ દરમિયાન ભારતે અબજોપતિઓની સંખ્યાના મામલે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. દેશના અબજોપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર વધારો નોંધાયો હતો.

ભારતે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડ્યા

ભારતે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડ્યા

જો આપણે બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, વિશ્વના 500 સૌથી ધનિક લોકોએ ગયા વર્ષે તેમની નેટવર્થમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો નોંધાવ્યો છે.

ઓક્સફેમે જણાવ્યું હતું કે, ભારત, જ્યાં ગયા મે મહિનામાં શહેરી બેરોજગારી વધીને 15 ટકા થઈ હતી અને ખાદ્ય અસુરક્ષા વધુ ખરાબ થઈ હતી, તે હવે ફ્રાન્સ, સ્વીડનઅને સ્વિટ્ઝર્લેન્ડ કરતાં વધુ અબજોપતિ ધરાવતો દેશ છે.

અબજોપતિઓની સંપત્તિ બમણી થઈ

અબજોપતિઓની સંપત્તિ બમણી થઈ

આ રિપોર્ટ અનુસાર, વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે અને હવે ઓમિક્રોન વેરિઅન્ટે ફરી ચિંતા વધારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના સમયગાળાદરમિયાન ગરીબો સામે ખાદ્યપદાર્થનું સંકટ ઊભું થયું છે, પરંતુ અમીર લોકોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. કોરોના સમયગાળા દરમિયાન ભારતીયઅબજોપતિઓની કુલ સંપત્તિ બમણી થઈ.

અમીરોની સંખ્યામાં 39 ટકાનો વધારો

અમીરોની સંખ્યામાં 39 ટકાનો વધારો

Oxfam અનુસાર, દેશમાં અબજોપતિઓની સંખ્યામાં 39 ટકાનો વધારો થયો છે અને 40 નવા અબજોપતિ બન્યા છે. આ વધારા સાથે દેશમાં હાલમાં કુલઅબજોપતિઓની સંખ્યા 142 થઈ ગઈ છે.

ઓક્સફેમે સોમવારના રોજ પ્રકાશિત વધતી અસમાનતા પરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, દેશના અબજોપતિઓ પાસેલગભગ 720 બિલિયન ડોલર (આશરે રૂપિયા 53 લાખ કરોડ)ની સંયુક્ત સંપત્તિ છે, જે દેશની સૌથી ગરીબ વસ્તીના 40 ટકાથી વધુ છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ વધારો

ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ વધારો

એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પાસે ગયા વર્ષે ભારતમાં સૌથી વધુનેટવર્થ હતી અને તે વિશ્વમાં વૈશ્વિક સ્તરે સંપત્તિમાં પાંચમી સૌથી મોટી વૃદ્ધિ નોંધાવી હતી.

ગૌતમ અદાણીની સંપત્તિમાં 42.7 બિલિયન ડોલરનો ઉમેરો થયો છે, આ સાથેતેમની સંપત્તિ હવે 90 બિલિયન ડોલર થઈ ગઈ છે. મુકેશ અંબાણીની નેટવર્થ 2021માં વધીને 13.3 બિલિયન ડોલર થઈ અને હવે તે 97 બિલિયન ડોલરની થઈ ગઈછે.

અમીરો આપી શકે છે સ્કૂલ-કોલેજને ફંડ

અમીરો આપી શકે છે સ્કૂલ-કોલેજને ફંડ

Oxfamએ તેના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ભલામણ કરી છે કે, કેન્દ્ર સરકારે આરોગ્ય અને શિક્ષણમાં રોકાણ કરવા માટે દેશની સૌથી ધનિક 10ટકા વસ્તી પર 1 ટકા સરચાર્જ લાદવો જોઈએ.

રિપોર્ટમાં નિષ્ણાતોએ કહ્યું છે કે, દેશના ટોચના 10 અમીર લોકો પાસે એટલી સંપત્તિ છે કે, તેઓ આગામી 25 વર્ષ સુધીદેશની તમામ શાળાઓ અને કોલેજોને ફંડ આપી શકે છે.

English summary
The number of billionaires in India increased by 39 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X