For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sensexમાં તેજી, 367 અંકના ઉછાળા સાથે ખુલ્યું શેર બજાર

Sensexમાં તેજી, 367 અંકના ઉછાળા સાથે ખુલ્યું શેર બજાર

|
Google Oneindia Gujarati News

આજે શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. આજે બીએસઈનો સેંસેક્સ 366.52 અંકની તેજી સાથે 55695.84 અંકના સ્તરે ખુલ્યો છે. જ્યારે એનએસઈનો નિફ્ટી 141.80 અંકની તેજી સાથે 16592.30 અંકના સ્તરે ખુલ્યો છે. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 1582 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેમાંથી 941 શેર તેજી સાથે અને 535 શેર ગિરાવટ સાથે ખુલ્યા છે. જ્યારે 106 કંપનીના શેરના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી.

નિફ્ટીના ટૉપ ગેનર્સ

નિફ્ટીના ટૉપ ગેનર્સ

  • હિન્ડાલ્કોનો શેર 9 રૂપિયાની તેજી સાથે 412.80 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • ટાટા સ્ટીલનો શેર 28 રૂપિયાની તેજી સાથે 1403.50 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • જેએસડબલ્યૂ સ્ટીલનો સેર 13 રૂપિયાની તેજી સાથે 697.65 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • ટાટા મોટર્સનો શેર 5 રૂપિયાની તેજી સાથે 288.05 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • ટેક મહિન્દ્રાનો શેર 21 રૂપિયાની તેજી સાથે 1419.85 રૂપિયાના સ્તરે ખુલ્યો.
નિફ્ટીના ટૉપ લૂઝર

નિફ્ટીના ટૉપ લૂઝર

  • ટાટા કન્જ્યૂમરનો શેર 6 રૂપિયાની ગિરાવટ સાથે 841.10 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • અદાણી પોર્ટ્સનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 684.40 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • એચયૂએલનો શેર 14 રૂપિયાની ગિરાવટ સાથે 2605.50 રૂપિયાના સ્તરે ખુલ્યો.
સેંસેક્સની શરૂઆત ક્યારે થઈ

સેંસેક્સની શરૂઆત ક્યારે થઈ

મુંબઈ શેર બજારનો સૂચકઆંક સેંસેક્સ છે. આ એક મૂલ્ય-ભારિત સૂચકાંક છે. મુંબઈ શેર બજાર માટે સેંસેક્સને 1986માં તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારથી આ માત્ર ભારત જ નહિ બલકે દુનિયાભરમાં મહત્વપૂર્ણ સૂચકાંક માનવામાં આવે છે. સેંસેક્સમાં બીએસઈની 30 કંપનીઓને સામેલ કરવામાં આવે છે. પહેલા સેંસેક્સના અંકોની ગણતરી માર્કેટ કેપિટેલાઈઝેશન- વેટેજ મેથેડોલોજીના આધારે થતી હતી પરંતુ હવે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન-વેટેજ મેથોડોલોજીના આધારે થાય છે. સેંસેક્સનો આધારવર્ષ 1978-79 છે.

નિફ્ટીની શરૂઆત ક્યારે થઈ

નિફ્ટીની શરૂઆત ક્યારે થઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સૂચકાંક નિફ્ટી છે. નિફ્ટીમાં એનએસઈની ટૉપ 50 કંપનીઓને સામેલ કરી સૂચકાંકનો સ્તર નક્કી કરવામાં આવે છે. નિફ્ટી સૂચકાંક બે શબ્દોને ભેળવીને બનાવવામાં આવ્યો છે- નેશનલ અને ફિફ્ટી. નિફ્ટીનો આધારવર્ષ 1995 છે. નિફ્ટી-50માં એનએસઈની ટૉપ 50 કંપનીઓને ફ્રી ફ્લોટ માર્કેટ કેપના આંકડાના આધારે સિલેક્ટ કરવામાં આવે છે.

English summary
The Sensex opened higher with a rise of 367 points
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X