'હેલિકોપ્ટર મની' એટલે શું? જાણો કોરોના સંકટ વચ્ચે કેમ થઈ રહી છે ચર્ચા
'હેલિકોપ્ટર મની' એટલે શું? જાણો કોરોના સંકટ વચ્ચે કેમ થઈ રહી છે ચર્ચા
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે આર્થિક સંકટ ચિંતાજનક બન્યું છે. સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે દેશભરમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંકટને જોતા અંદાજો છે કે લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી શકે છે. એવામાં લૉકડાઉનને કારણે આર્થિક ગતિવિધિ ઠપ થવાના કારણે દેશને ભારે નુકસાન થઈ રહ્યું છે. સરકારે રાહત પેકેજની તો ઘોષણા કરી, પરંતુ તે ગરીબો અને મજૂર વર્ગ માટે હતું. હવે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે સરકાર લૉકડાઉનને કારણે થઈ રહેલ આર્થિક નુકસાનને જોતા દરેક સેક્ટર માટે નાણાકીય પેકેજની ઘોષણાની માંગ કરવામાં આવી રહી છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રિઝર્વ બેંકથી હેલિકોપ્ટર મની જાહેર કરવાની માંગ કરી છે. એવામાં સમજવું જરૂરી છે કે આખરે આ 'હેલિકોપ્ટર મની' શું હોય છે.

શું છે હેલિકોપ્ટર મની
આર્થિક સંકટ વચ્ચે ખર્ચ ઘટી જાય તો સરકાર મફતમાં પૈસા વહેંચણી કરી લોકોના ખર્ચ અને વપરાશને ઉત્તેજન આપે છે. લોકોના ખર્ચામાં વધારો થવાથી માંગ વધે છે અને આર્થવ્યવસ્થામાં સુધારો આવે છે. આ પૈસાને જ હેલિકોપ્ટર મની કહેવાય ચે. સરકારે આર્થિક સંકટ દરમિયાન હેલિકોપ્ટર મનીનો ઉપયોગ કરે છે. જેના દ્વારા સીધા ગ્રાહકોના ખાતામાં પૈસા મોકલવાાં આવે છે. જેની પાછળનો ઉદ્દેશ્ય એ હોય છે કે પૈસા હોવા પર લોકોનો ખર્ચો વધશે. લોકો પોતાનો ખર્ચો વધારે તો માંગ વધશે અને અર્થવ્યવસ્થામાં મજબૂતી આવશે. આ હેલિકોપ્ટર મની દ્વારા સરકારનો ઉદ્દેશ્ય હોય છે કે જેમ-જેમ બજારમાં ગ્રાહકોની ડિમાંડ વધશે તેમ દેશની ઈકોનોમી પણ મજબૂત થઈ જશે અને દેશ આર્થિક સંકટથી બહાર આવી શકશે.

પહેલીવાર હેલિકોપ્ટર મનીનો ઉપયોગ ક્યારે થયો
હેલિકોપ્ટર મનીની ખોજ 1969માં નોબેલ પુરસ્કાર સન્માનિત અમેરિકી અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમૈને કી હતી. સરકાર આ હેલિકોપ્ટર મનીનો ઉપયોગ એવા સમયે કરે છે જ્યારે દેશમાં આર્થિક સંકટ ચરમ સીમા પર હોય, દેશમાં મંદીની સ્થિતિ બની ગઈ હોય. એવામાં સરકાર પડતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે મોટા પાયે નોટોની છાપણી કરે છે અે બજારની લિક્વીડિટીને બનાવી રાખવા માટે જનતા પાસે ખરીદદારીની અપીલ કરે છે. સરકાર સીધા લોકોના ખાતામાં પૈસા મોકલે છે જેથી લોકોનો ખર્ચ વધે.

ક્વાંટેટિવ ઈજિંગથી અલગ હોય છે હેલીકોપ્ટર મની
આ દરમિયાન છપાયેલ રકમ સરકારે સેન્ટ્રલ બેંકને રિફંડ કરવી નથી પડતી. આ પૈસા દ્વારા સરકાર માંગમા તેજી આવે છે અને અર્થવ્યવસ્થામાં સુધારો થાય છે. હેલીકોપ્ટર મની ક્વાંટિટેટિવ ઈજિંગથી થોડું અલગ હોય ચે. ક્વાંટિટેટિવ ઈજિંગ અંતર્ગત પણ સેન્ટ્ર બેંક નોટની છાપણી વધારી દે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર સરકારી બોન્ડ ખરીદવામાં જ થાય છે. બાદમાં સરકારે આ પૈસા પરત કરવાના હોય છે.

કોરોના વાયરસના કારણે ચર્ચા શરૂ થઈ
એકવાર ફરી હેલિકોપ્ટર મનીની ચર્ચા શરૂ થઈ છે. જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા હલી ગઈ છે. એવામાં એકવાર ફરી હેલિકોપ્ટર મનીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. લૉકડાઉન અને કોરોના વાયરસને કારણે ઈકોનોમી પર પડેલી અસરના કારણે હેલિકોપ્ટર મની પ્રચલનમાં આવે તેવી સંભાવના જતાવાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણ બાદ દુનિયામાં એવા હાલાત પેદા થયા છે કે સુપરપાવર અમેરિકા, જાપાન સહિત દુનિયાના કેટલાક અન્ય દેશ હેલિકોપ્ટર મનીનો ઉપયોગ કરી શકે છે.












Click it and Unblock the Notifications
