For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યુચ્યુઅલ ફંડ ઓફર ડોક્યુમેન્ટમાં 7 બાબતો અચૂક વાંચો

|
Google Oneindia Gujarati News

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવું હંમેશા માટે સરળ હોતું નથી. રોકાણ કરતા સમયે કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર અને તેના પરફોર્મન્સનો અભ્યાસ કરવાના સાથે આપની જોખમ લેવાની ક્ષમતા કેટલી છે તેનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી અને એક્ઝિટ લોડ, મેનેજમેન્ટ ફી વગેરે જાણવું પણ જરૂરી છે. આમ કરવાથી જ આપણને જે તે સ્કીમમાં વાસ્તવિક વળતર કેટલું મળે છે તેનો ખ્યાલ આવી શકે છે.

અહીં અમે આપને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કઇ 7 વસ્તુઓ ચકાસવી જોઇએ તે જણાવી રહ્યા છીએ...

ઇક્વિટી કે ડેબ્ટ સ્કીમ છે?

ઇક્વિટી કે ડેબ્ટ સ્કીમ છે?


મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો અભ્યાસ કરતા સમયે ખાસ ચકાસવું જોઇએ કે તે ઇક્વિડીમાં રોકાણ કરે છે કે ડેબ્ટમાં. જો આપના નાણા ઇક્વિટીમાં રોકવામાં આવવાના હોય અને આપ વધારે જોખમ લેવા માંગતા ના હોવ તો સ્કીમ જવા દેવી જોઇએ. જો આપ ડેબ્ટ ફંડમાં રોકાણ કરવા ઇચ્છો તો સ્કીમ લેવી જોઇએ.

આવક કે કેપિટલ ગ્રોથ

આવક કે કેપિટલ ગ્રોથ


જો આપ એક નિવૃત્ત રોકાણકાર હોવ તો આપને માટે દર મહિને આવક મળી રહે તેવી સ્કીમ વધારે યોગ્ય છે. આ માટે દર મહિને ચોક્કસ રકમ આપતી સ્કીમમાં રોકાણ કરવું જોઇએ. આ કારણે આપે કેપિટલ ગ્રોથ ઓપ્શન જતો કરવો જોઇએ.

ઓપન એન્ડેડ કે ક્લોઝ એન્ડેડ

ઓપન એન્ડેડ કે ક્લોઝ એન્ડેડ


જો આપ નાણાની પ્રવાહિતા ઇચ્છતા હોવ અને સ્કીમ વેચવા સક્ષમ હોવ તો ઓપન એન્ડેડ પ્લાન પસંદ કરવો જોઇએ. ક્લોઝ એન્ડેડમાં આપને નાણાની પ્રવાહિતા મળતી નથી.

ફંડનો ટ્રેક રેકોર્ડ

ફંડનો ટ્રેક રેકોર્ડ


કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે તેનો ભૂતકાળનો રેકોર્ડ ચકાસવો જોઇએ.

જોખમી પરિબળો ચકાસો

જોખમી પરિબળો ચકાસો


ઓફર ડોક્યુમેન્ટમાં જોખમી પરિબળો કયા છે તે ખાસ ચકાસવા જોઇએ. મોટા ભાગના જોખમો દરેક ફંડમાં સમાન હોય છે. પણ તેને ચૂક્યા વિના વાંચી લેવા જોઇએ. કેટલીકવાર તેમાંથી નિર્ણય લેવા માટે મદદરૂપ બાબત નીકળી આવતી હોય છે.

લઘુત્તમ રોકાણ કેટલું?

લઘુત્તમ રોકાણ કેટલું?


કેટલીકવાર મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ લઘુત્તમ રોકાણ મુદ્દે અલગ અલગ રકમ ધરાવતી હોય છે. આ કારણે લઘુત્તર રોકાણનો અભ્યાસ કરવો જોઇએ. ઓપન એન્ડેડ ફંડ માટે પણ વિવિધતા હોય છે.

ખર્ચા અને ફી

ખર્ચા અને ફી


આ ઉપરાંત આપે સ્કીમ બદલવાની ફી, એન્ટ્રી અને એક્ઝિટ લોડ, મેનેજમેન્ટ ફી અને અન્ય સર્વિસ દરો કેટલા લગાવવામાં આવે છે તે જાણવું જોઇએ.

English summary
7 things you must read in a mutual fund offer document.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X