For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 વર્ષ બાદ 2020માં સૌથી ઓછો પગાર વધશે, જાણો શું કહે છે સર્વે

11 વર્ષ બાદ 2020માં સૌથી ઓછો પગાર વધશે, જાણો શું કહે છે સર્વે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા વર્ષે અર્થવ્યવસ્થાની ગતી ધીમી રહી. લાગે છે કે આની અસર તમારા પગાર વધારા પર પણ પડી શકે છે. 2020માં ભારતીય કર્મચારીઓની વાર્ષિક વેતન વૃદ્ધિને લઈ એક સર્વે કરવામાં આવ્યો છે, જે મુજબ દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે વધુ વેતન વધારાની ઉમ્મીદ પાળીને બેસશો તો ઝટકો પણ લાગી શકે છે. કેમ કે સર્વેનો દાવો છે કે એક દશકથી વધુ સમય એવો રહ્યો છે જે એવરેજ પગાર વધારો ઓછો રહેશે. જો કે રાહતની વાત એ છે કે એશિયા-પેસિફિક દેશોમાં છતાં પણ ભારતીય કંપનીઓના બાકી દેશોથી ઘણું સારું પ્રદર્શનની ઉમ્મીદ છે અને પગાર વધારામાં પણ આ ચીન સહિત ક્ષેત્રના બીજા દેશોથી અવ્વલ રહેશે.

11 વર્ષ બાદ સૌથી ઓછો પગાર વધારો- સર્વે

11 વર્ષ બાદ સૌથી ઓછો પગાર વધારો- સર્વે

ભારતમા કર્મચારીઓના પગારમાં એવરેજ વાર્ષિક વધારો આ વર્ષે માત્ર 9.1 ટકા રહેવાના અણસાર છે. જણાવી દઈએ કે પગારમાં વારાનો આ એવરેજ અનુમાન પાછલા 11 વર્ષમાં સૌથી ઓછો છે. આ દાવો એઓન સેલરી ઈન્ક્રીઝ સર્વે 2020એ કર્યો છે. એઓને પોતાની 24મી એડિશનમાં ભારતીય કર્મચારીઓ માટે આવા પ્રકારના અનુમાન જતાવ્યા છે. જણાવી દઈએ કે 2009માં ભારતીય કર્મચારીઓની વાર્ષિક સરેરાશ વેતન વૃદ્ધિ માત્ર 6.6 ટકા જ રહી હતી. જ્યારે આ સર્વે મુજબ ભારતમાં પાછલા વર્ષે એવરેજ વેતન વૃદધિ 9.3 ટકા નોંધાઈ હતી.

7 સેક્ટરમાં સરેરાશથી વધુ પગાર વધશે

7 સેક્ટરમાં સરેરાશથી વધુ પગાર વધશે

આ સર્વેમાં કુલ 7 સેક્ટરમાં એવરેજથી વધુ પગાર વારાની ઉમ્મીદ જતાવાઈ છે, જેમાંથી બેમાં તો અર્થવ્યવસ્થામાં સકારાત્મક ભરોસાનો ઈજહાર કરતા દસ અંકોમાં સેલેરી વધારાના અનુમાન લગાવવામાં આવ્યા છે જો કે 20થી વધુ ઉદ્યોગોની 1000થી વધુ કંપનીઓના વિશ્લેષણમાં મોટાભાગના સેક્ટરમાં આ વધારો સરેરાશથી પણ ઓછો દેખાયો છે. સર્વેમાં 500થી વુ મેન્યુફેક્ચરિંગ અને 500થી વધુ સર્વિસ સેક્ટરની કંપનીઓને સામેલ કરવામાં આવી છે.

આ કંપનીઓના કર્મચારીઓ ફાયદામાં રહી શકે છે

આ કંપનીઓના કર્મચારીઓ ફાયદામાં રહી શકે છે

ઈ કોમર્સ અને પ્રોફેશનલ સર્વિસિઝની કંપનીઓમાં 10-10 ટકા સરેરાશ પગાર વધારાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે ફાર્માક્યુટિકલ/મેડિકલ/આઈટીની કંપનીઓમાં 9.6, હાર્ડવેર/આઈટીની કંપનીઓમાં 9.6, ITeSમાં 9.5, એફએમસીજી/કંજ્યૂમર ડ્યૂરેબલ્સ અને કેમિકલ્સમાં 9.3 ટકાના વધારાનું અનુમાન છે. જ્યારે એન્જીનિયરિંગ/મેન્યુફેક્ચરિંગની કંપનીઓમાં સરેરાશ પગાર વારો 9.1 ટકા રહેવાની વાત કહેવામાં આવી છે. આ બધો વદારો 9.1 ટકા અનુમાનથી વધુ છે.

આ કર્મચારીઓને ઝાટકો લાગી શકે

આ કર્મચારીઓને ઝાટકો લાગી શકે

જો 9.1 ટકાની એવરેજથી પણ ઓછી સેલેરીના વધારાના અનુમાન વાળી કંપનીઓની વાત કરીએ તો તેમાં 12 પ્રકારની કંપનીઓ સામેલ છે. જેમાં સીમેન્ટ (8.1) એનર્જી (8.8), એન્જીનિયરિંગ સર્વિસિજ અને મેટલ્સમાં (8.8), રિટેલ (8.6), મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ (8.6), ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન્સ, ટેલીકૉમ સર્વિસિઝ (8.5), ઑટોમોબાઈલ (8.3), રીયલ એસ્ટેટ/ઈન્ફ્રા (8.2) અને ટ્રાન્સપોર્ટેશન/લૉજિસ્ટિક્સમાં 7.6 ટકા પગાર વધારાનું અનુમાન જતાવવામાં આવ્યું છે.

ભારતની સ્થિતિ ફરી સુધરશે

ભારતની સ્થિતિ ફરી સુધરશે

જો કે આ સર્વે એ હિસાબે પણ સારો છે કે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત, ચીન, ફિલીપિન્સ, મલેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને અહીં સુધીની જાપાનથી પણ આગળ છે. એટલે કે પાછલા વર્ષે આર્થિક બાણો છતાં ભારતમાં કંપનીઓએ હાલાતને સકારાત્મક રીતે લીધા છે અને બધા પડકારો છતાં બીજા દેશોથી પગાર વધારવાના મામલામાં આગળ રહેવાની ઉમ્મીદ છે. જો કે આ માત્ર અનુમાન છે અને કંપનીઓ પોતાના કર્મચારીઓને આ આધારે જ વેતન વધારશે એ દાવા સાથે ના કહી શકાય, બલકે પરિણામ અનુમાનથી ક્યાંય વધુ સારાં હોય શકે છે.

પદ્મ શ્રી ભાવના સોમૈયાની વાર્તા પરથી બન્યુ ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી'પદ્મ શ્રી ભાવના સોમૈયાની વાર્તા પરથી બન્યુ ગુજરાતી નાટક 'રિમઝિમ વરસે જિંદગી'

English summary
this year will be the lowest salary hike after 20 years says survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X