For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્વી વેલ્થ મેક્સિમાઇઝરના 2015 માટે ટોપ સ્ટોક પિક્સ

|
Google Oneindia Gujarati News

નવું વર્ષ આવતાની સાથે જ બ્રોકરેજીસ હાઉસિસ 2015માં કયા સ્ટોક્સ ખરીદવા તે અંગે સૂચનો આપવામાં વ્યસ્ત બની ગયા છે. મોટા ભાગના માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે સેન્સેક્સ વર્ષ 2015માં 10થી 15 ટકાનું રિટર્ન આપશે.

જો 10થી 15 ટકા વધારાની ધારણા રાખવામાં આવે તો કહી શકાય કે સેન્સેક્સ 2015માં 30,000ની સપાટી વટાવી જશે. અહીં અમે કાર્વી સ્ટોક બ્રોકિંગના વેલ્થ મેક્સીમાઇઝર 2015 દ્વારા સૂચવવામાં આવેલા ટોપ સ્ટોક્સની વાત કરીશું...

એશિયન પેઇન્ટ્સ

એશિયન પેઇન્ટ્સ


કાર્વી ડોમેસ્ટિક ડેકોરેટિવ પેઇન્ટ કંપનીમાં ડબલ ડિજિટનો વધારો જોઇ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ અને ઓટોમોટિવ સેગમેન્ટમાં તેનો દબદબો વધશે તેવી આશા રાખવામાં આવી રહી છે.આ ઉપરાંત રો મટિરીયલના ભાવમાં ઘટાડાથી પણ કંપનીને લાભ પહોંચશે. એનએસસીમાં એશિયન પેઇન્ટ્સ છેલ્લે રૂપિયા 776ના ભાવે બંધ રહ્યો હતો.

ડિવિસ લેબ્સ

ડિવિસ લેબ્સ


ડિવિસ લેબ માટે કાર્વી ઉંચા રિટર્નની ધારણા સેવે છે. તેના જેનૈરિક નુટ્રાસ્યુટિકલ્સ તેના કામમાં તેજી લાવશે. જો કે કરન્સી રિસ્ક યથાવત રહેશે. એનએસઇમાં ડિવિસ લેબ છેલ્લે રૂપિયા 1750ના ભાવે બંધ રહ્યો હતો.

જેએસડબલ્યુ સ્ટીલ

જેએસડબલ્યુ સ્ટીલ


ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની સ્ટીલ કંપની જાએસડબલ્યુ સ્ટીલ ભારતમાં થનારા અર્થતંત્રના સુધારાનો લાભ લઇને વધારે વૃદ્ધિ નોંધાવશે તેવી ધારણા બાંધવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં જેએસડબલ્યુ સ્ટીલ છેલ્લે રૂપિયા 1067ના સ્તરે બંધ રહ્યો હતો.

લાર્સન એન્ડ ટોબ્રો

લાર્સન એન્ડ ટોબ્રો


કાર્વી જણાવે છે કે એલ એન્ડ ટી તેની ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. જેના કારણે કંપનીને ફાયદો થશે.ઇન્ફ્રાસ્ટક્ચર ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાતા કંપનીને ફાયદો થશે. છેલ્લે એનએસસીમાં તે રૂપિયા 1537ના ભાવે બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના કોર બિઝનેસ રિફાઇનિંગ અને પેટ્રો - કેમિકલમાં સારું પરફોર્મ કરીને નફો મેળવશે. જેના કારણે કંપની સારી વૃદ્ધિ મેળવશે. આ વર્ષે કંપની તેની 4જી સેવા રિલાયન્સ જિયો શરૂ કરવાની છે. જે ટેલિકોમ માર્કેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં છેલ્લે રિલાયન્સ રૂપિયા 894ના સ્તરે બંધ રહ્યો હતો.

English summary
Top Stock Picks From Karvy’s Wealth Maximiser for 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X