Tracking Jio Phone : જાણો આ વાયરલ વિવાદનું સત્ય
રિલાયન્સ જીયોએ જુલાઇમાં જીયો ફોન લોન્ચ કર્યો હતો. જેની બુકિંગ 24 ઓગસ્ટે શરૂ થઇ હતી. ખાલી બે દિવસમાં જ જીયો ફોનના 6 લાખ ફોન બુક થયા હતા. અને તે પછી તેની પ્રી બુકિંગ બંધ કરવામાં આવી હતી. આ સમયે જે લોકોએ જીયો ફોનનું બુકિંગ કરાવ્યું હતું. અને મીડિયામાં તેવી ખબરો આવી હતી કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તેમના હાથમાં જીયો ફોન આવી જશે. વળી તેમ પણ જાણવા મળ્યું હતું કે 21 સપ્ટેમ્બરના રોજ જીયો ફોન તેની ડિલિવરી શરૂ કરશે. પણ હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. અને જીયો ફોનની ડિલિવરીને લઇને કંપની તરફથી હજી સુધી કોઇ જાણકારી આપવામાં નથી આવી.
જ્યાં એક તરફ જીયો ફોનની ડિલિવરી શરૂ નથી થઇ ત્યાં જ બીજી તરફ જીયો ફોનને ટ્રેક કરવાના વાયરલ સમાચારોએ જોર પકડ્યું છે. અલગ અલગ રીતે કહેવામાં આવી રહ્યું છે કે કેવી રીતે તમે તમારો જીયો ફોન ટ્રેક કરી શકો. પણ હકીકત એ છે કે તમે કોઇ પણ રીતે જીયો ફોનને ટ્રેક નહીં કરી શકો. એટલું જ નહીં જે વેબસાઇટ કે ન્યૂઝ પોર્ટલ આ વાત કરી રહી છે તેમણે પણ કહ્યું છે કે કંપની તરફથી આવી કોઇ જાહેરાત નથી થઇ. ચોખ્ખી વાત છે ડિલિવરી શરૂ થાય તો તમે ટ્રેક કરી શકોને, અહીં ડિલિવરી જ શરૂ નથી થઇ તો ટ્રેક કેમ ના કરશો? માટે જ આવા કોઇ પણ ભ્રમમાં તમે પણ ના ફસાતા.