For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાન્સપોટર્સ લડાયક મિજાજમાં : પહેલી એપ્રિલથી હડતાલ

|
Google Oneindia Gujarati News

truck-strike
મુંબઇ, 14 માર્ચ : સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે તેવા સંકેત મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરના ટ્રાન્સપોર્ટર્સ 1 એપ્રિલ, 2013થી હડતાલ પર જવાના છે. આ વખતે તેઓ પેટ્રોલ, ડીઝલ કે સીએનજીમાં ભાવ વધારાને પગલે નહીં પણ વીમા પ્રિમિયમમાં વધારો થવાના કારણે હડતાલ પર જવાના છે.

આ અંગે ઓલ ઇન્‍ડિયા મોટર ટ્રાન્‍સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)ની એક બેઠક આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે મળી હતી. મિટીંગમાં થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સમાં 170%નો વધારો, આડેધડ ટોલટેક્ષ વસુલી, ગુજરાત સિવાયના રાજ્‍યોમાં પોલીસની અકારણ કનડગત, ડીઝલમાં દર મહિને વધારાતા ભાવો અને લાંબા સમયથી ટેક્ષના પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા સરકાર સાંભળે તે રીતે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ટ્રાન્સપોટર્સ દ્વારા હડતાલના માધ્યમનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં 26 રાજ્યોના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે 1 એપ્રિલ, 2013થી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડાં ફરતા બંધ કરવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુદી જુદી ચાર માંગણીઓ સંદર્ભે બેઠકમાં ઉંડી ચર્ચાઓ થઇ હતી.

આ મુદ્દાઓમાં થર્ડ પાર્ટી ઇન્‍સ્‍યોરન્‍સના પ્રિમીયમમાં 170%નો જંગી વધારો 1લી એપ્રિલથી લાદવામાં આવી રહ્યો છે તે મૃતપ્રાયઃ અવસ્‍થામાં પડેલા ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગને પડયા પર પાટા સમાન છે. દેશભરના ટોલનાકા ઉપર નિર્ધારીત ટેકસ વસૂલીના માપદંડને અનુસરવામાં આવતો નથી. અવાર-નવાર મનફાવે તેવો વધારો કરી દેવામાં આવે છે. ક્‍યાં કયાંક રિર્ટન પાસ પરાણે પકડાવી દેવામાં આવે છે.

ગુજરાત સિવાય અન્‍ય રાજ્‍યોમાં પોલીસની અકારણ હેરાનગતીથી ટ્રાન્‍સપોર્ટ માલિકો ખૂબ પરેશાન છે. કેટલાક રાજ્‍યોમાં ખોટી રીતે ઓવરલોડના કેસો કરવાની ધમકી આપી નાણા પડાવવામાં આવે છે અને ક્‍યારેક ખોટા કેસો કરી ચાર-ચાર હજારની પાવતી પકડાવી દેવામાં આવે છે.

આ ઉપરાંત રોડટેક્‍સ, ગુડ્‍ઝ ટેક્‍સ, પ્રોફેશ્‍નલ ટેકસ, નેશનલ પરમીટ ટેક્‍સમાં ઘટાડવાની માંગણી કોઇ કાને ધરતું નથી. દર મહિને ડીઝલમાં 50 પૈસા - રૂપિયો વધારી સરકાર ચાણક્‍ય નિતિ વાપરી રહી છે. ડીઝલમાં જે રીતે વધારો થાય તે રીતે વેપારી પાસેથી ટ્રાન્‍સપોર્ટરોને ભાડા વધારો મળતો નથી.

English summary
Transporters in fighting spirit : go on strike from 1 April.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X