For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Twitter Blue : એલોન મસ્કે હટાવ્યું ન્યૂયોર્ક ટાઇમ્સનું બ્લુ ટિક, જાણો કારણ

|
Google Oneindia Gujarati News

Twitter Blue : ટ્વિટર દ્વારા મીડિયાના દિગ્ગજ સંસ્થાઓમાંથી એક ન્યૂયોર્ક ટાઇમ્સના ગોલ્ડ વેરિફાઇડ ટિક હટાવી દેવામાં આવ્યું છે. ટ્વિટરે આવા સમયે નિર્ણય લીધો છે, જ્યારે એલોન મસ્કે રવિવારના રોજ જ ન્યૂયોર્ક ટાઇમ્સની આલોચના કરી હતી. આ સાથે તેની રિપોર્ટિંગના પ્રોપેગેન્ડા ગણાવ્યો હતો.

એલોન મસ્કે ટ્વિટમાં લખ્યું છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સની વાસ્તવિક સમસ્યા એ છે કે, તેનો પ્રચાર પણ રસપ્રદ નથી. મસ્કે ન્યૂયોર્ક ટાઈમ્સના કન્ટેન્ટની તુલના ઝાડા સાથે કરી હતી. મસ્કે જણાવ્યું કે, તે વાંચવા યોગ્ય પણ નથી.

મસ્કની યોજના હેઠળ વેરિફાઇડ ટિક દૂર કરાઇ

મસ્કની યોજના હેઠળ વેરિફાઇડ ટિક દૂર કરાઇ

ઉલ્લેખનીય છે કે, એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું અને તે પછી તેણે ટ્વિટરના વેરિફાઈડ એકાઉન્ટ માટે બ્લુ ટિકઆપવા માટે ચાર્જ લેવાની જાહેરાત કરી હતી.

મસ્કની જાહેરાત અનુસાર, 1 એપ્રિલથી વેરિફાઈડ ખાતામાંથી નિશ્ચિત રકમ લેવામાં આવીરહી છે. મસ્કની આ યોજના હેઠળ ન્યૂયોર્ક ટાઈમ્સની બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી અને તેને વેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટ સાથે ગોલ્ડટિક આપવામાં આવી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સે ચૂકવણીનો કર્યો હતો ઇન્કાર

ન્યૂયોર્ક ટાઈમ્સે ચૂકવણીનો કર્યો હતો ઇન્કાર

હવે જ્યારે ન્યુયોર્ક ટાઈમ્સની ગોલ્ડ ટિક પણ કાઢી નાખવામાં આવી છે, તેણે ગોલ્ડ ટિક પાછી મેળવવા માટે માસિક 1000 ડોલર ચૂકવવાપડશે.

આવા સમયે, અન્ય સંલગ્ન એકાઉન્ટ્સ માટે, તમારે દર મહિને 50-50 ડોલર ચૂકવવા પડશે. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સ કહે છે કે, તેવેરિફાઈડ બિઝનેસ એકાઉન્ટ માટે ચૂકવણી કરશે નહીં અને માત્ર તેના પત્રકારો માટે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન લેશે. કારણ કે, તે તેમના કામમાટે જરૂરી છે.

સબ્સ્ક્રિપ્શન પર ઘણા વધારાના લાભો ઉપલબ્ધ થશે

સબ્સ્ક્રિપ્શન પર ઘણા વધારાના લાભો ઉપલબ્ધ થશે

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર કોઈ સેલિબ્રિટી, કોઈ સરકારી સંસ્થા કે, જાણીતા ચહેરાને જ બ્લુ ટિક લાગતી હતી. જોકે, હવે મસ્કનાસબસ્ક્રિપ્શન પ્લાન હેઠળ, કોઈપણ વ્યક્તિ દર મહિને ચૂકવણી કરીને બ્લુ ટિક લઈ શકે છે.

આ સાથે બ્લુ ટિક યુઝર્સને કેટલીક વધારાનીસુવિધાઓ પણ મળશે, જેમ કે ટ્વિટની કેરેક્ટર લિમિટ વધશે. આ સાથે ટ્વિટમાં એડિટ અથવા અનડૂ વિકલ્પો પણ ઉપલબ્ધ હશે.

English summary
Twitter Blue : Elon Musk Removes New York Times Blue Tick, Know Why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X