For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NYSEમાં પ્રવેશતા જ ટ્વિટરનો આઇપીઓ 92 ટકા ઊંચકાયો

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 8 નવેમ્બર : માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્વટરનો આઇપીઓ આજે ખૂલ્યો હતો. ટ્વિટરના શેરની ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જમાં એન્ટ્રીએ શેરમાર્કેટમાં ખળભળાટ અને નવો ઉત્સાહ જગાવી દીધો છે. તેણે પ્રવેશના પહેલા દિવસે જ જંગી સોદાઓમાં 92 ટકાનો લાભ મેળવ્યો છે. ઈન્વેસ્ટરોએ આ શેરને ખરીદવા પડાપડી કરી છે. તેને લીધે શેરની માર્કેટ વેલ્યૂ 25 અબજ ડોલર થઈ ગઇ છે.

ટિ્વટરે બુધવારે તેના આઈપીઓનું મૂલ્ય 26 ડોલર પ્રતિ શેર નક્કી કર્યું હતું, પણ આજે શેર 45.10 ડોલર પ્રતિ શેર ખૂલ્યો હતો. આ લાભને કારણે શેર 50 ડોલરની ઉંચાઈને પણ સ્પર્શ કરી ગયો હતો. સેનફ્રાન્સિસ્કોની કંપની ટિ્વટર આઈપીઓ મારફત 1.8 અબજ ડોલર મેળવવા ધારે છે. ટિ્વટરે તેની સ્થાપનાથી લઈને સાત વર્ષ સુધીમાં કોઈ નફો મેળવ્યો નથી.

twitter

સૂત્રોનું કહેવું છે કે ફ્લોટેશનને કારણે ટિ્વટરના શેરની જોરદાર ડિમાન્ડ ઊભી થઈ છે. ઈન્વેસ્ટરોએ ઓફર કરાયેલા શેર કરતાં 30 ગણા વધારે શેરની માગણી કરી હતી, કારણ કે તેમને વિશ્વાસ છે કે સોશ્યલ મીડિયા કંપનીમાં વિકાસની ભરપૂર તકો રહેલી છે.

English summary
Twitter shares rocket : 92 percent higher in NYSE debut
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X