બજેટ 2017-18: સામાન્ય બજેટથી દેશના લોકોને છે આ 5 અપેક્ષા

Posted By:
Subscribe to Oneindia News

8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી. તે પછી બધા લોકો 2017ના યુનિયન બજેટ એટલે કે કેન્દ્રિય બજેટની રાહ જોઇ રહ્યું છે. નાણાં પ્રધાન અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના રોજ આ બજેટ રજૂ કરશે. જાણકારોના મત મુજબ નોટબંધી પછી લોકોને જે મુશ્કેલીઓ પડી છે તેને ઓછી કરવાનો પ્રયાસ આ બજેટમાં કરી શકાય છે. ત્યારે આ વખતના બજેટની પાંચ મુખ્ય અપેક્ષાઓ કંઇ હોઇ શકે છે તે વિગતવાર જાણો અહીં....

Read also: SBI રિપોર્ટ અનુસાર, આગામી બજેટમાં આવક વેરા પાત્ર રકમની સીમા વધી શકે છે

આવક કરની મર્યાદા

આવક કરની મર્યાદા

પહેલી ફેબ્રુઆરી 2017ના રોજ અરુણ જેટલી જે સામાન્ય બજેટ રજૂ કરશે તેનાથી લોકોને સૌથી મોટી આશા તે છે કે આવક કરની સીમામાં શું ફેરફાર થાય અને આ ફાયદાનો લાભ શું તે મેળવી શકશે કે કેમ? હાલમાં આયકર સીમા 2.5 લાખ રૂપિયા સુધી છે ત્યારે આશા સેવાઇ રહી છે કે આ મર્યાદા વધીને 4 લાખ રૂપિયા સુધી કરવામાં આવે જેથી મોંધવારીના આ સમયમાં લોકોને કંઇક અંશે રાહત રહે.

કેશલેશ

કેશલેશ

નોંધનીય છે કે નોટબંધી પછીનું આ પહેલું બજેટ છે. ત્યારે તેવી આશા રાખવામાં આવે છે તેમાં કેશલેશ પ્રક્રિયા વધે તે વાતને પ્રોત્સાહન આપવામાં આવે. અને કાર્ડની પેમેન્ટ પર છૂટ, ટોલ બૂથ પર કાર્ડથી ચૂકવણી, કેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને મોબાઇલ એપ્સના માધ્યમથી લોકોને ચૂકવણી બદલ અતિરિક્ત લાભ આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વળી કેટલાક મહત્વના બેંકિંગ લાભો પણ સામાન્ય જનતાને મળે તેવી અપેક્ષા છે.

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ

જીડીપીમાં પ્રમુખ યોગદાન આપતા રિયલ એસ્ટેટ પર ગત વર્ષથી મંદીમાં ચાલી રહ્યું છે. અને નોટબંધીને તેની પીઠ તોડી દીધી છે. ત્યારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ અને નોટબંધીથી જે આ ક્ષેત્રને નુક્શાન થયું છે તેમાં સરકાર થોડીક રાહત જાહેર કરે તેવી આશા રિયલ એસ્ટેટ બજાર જોઇ રહ્યું છે. કેશની અછતના કારણે ખરીદારી, વેચાણ અને નિર્માણ પર ભારે અસર પડી છે. કરમાં રાહત સાથે નોકરીયાત કર્મચારીઓને એચઆરએની કપાત સીમામાં વધારો કરાય અને નિર્માણ સામગ્રી સસ્તી થાય તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.

હોમ લોન

હોમ લોન

વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તમામ લોકોને પોતાનું ઘર મળે તેવી સરકારની આશા હતા. ત્યારે બજેટ કરોમાં કેટલી છૂટ મળે તેવી આશા લોકોને છે. હોમ લોન પરના વ્યાજ દરોમાં રાહત મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. 2016-2017માં યુનિયન બજેટમાં વાર્ષિક 2 લાખ રૂપિયાથી વધુ વ્યાજ ચૂકવણીના દરોના કેટલીક છૂટની જાહેરાત આ બજેટમાં થાય તેવી સંભાવના પણ રહેલી છે. જેથી ઉદ્યોગો સમતે કરદાતાને પણ સહાય મળે.

ખેડૂતો

ખેડૂતો

નોંધનીય છે કે બજેટ પછી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ભલે ચૂંટણીપંચના કહેવા મુજબ આ 5 રાજ્યોને ધ્યાનમાં રાખીને કોઇ જાહેરાતો ના થાય પણ આ બજેટ દ્વારા અન્નદાતા સમાન ખેડૂતો લાભ મળે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. નોટબંધી બાદ નાના ખેડૂતો અને પશુ પાલન સાથે જોડાયેલા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે તેમને અતિરિક્ત લાભ પ્રદાન કરવામાં આવશે તેવું મનાઇ રહ્યું છે. ખેડૂતો પણ કેશલેશ નાણાંનું આદાન પ્રદાન કરે અને તેમના પરના દેવા અને બીજ-ખાતરના દરોમાં સરકાર કોઇ સહાય આપે તેવી સંભાવના છે.

English summary
There are expectations that the government will take some measures to help the common man in Union Budget 2017
Please Wait while comments are loading...