For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: મોદી સરકારના આ બજેટથી મધ્યમ વર્ગની આશાઓ

મોદી સરકાર પોતાનુ આગામી બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટથી લોકોને ઘણી આશાઓ છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર પોતાનુ આગામી બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટથી લોકોને ઘણી આશાઓ છે. નોકરિયાત લોકોને આશા છે કે સરકાર આવકવેરામાં છૂટ આપશે. વેપારીઓને આશા છે કે સરકાર ટેક્સમાં રાહત આપશે. સામાન્ય માણસને આ બજેટ 2020થી ઘણી આશાઓ છે. વર્તમાનમાં સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને જોતા આ બજેટ માટે ઘણી આશાઓ રાખવામાં આવી રહી છે. આશા છે કે નાણામંત્રી કૉર્પોરેટ કરમાં ઘટાડાની જેમ આવકવેરામાં પણ છૂટ આપીને સામાન્ય જનતાની ખરીદ શક્તિ વધારી શકે છે.

સામાન્ય જનતાની આશાઓ

સામાન્ય જનતાની આશાઓ

આ બજેટથી લોકોને આશા છે કે ટેક્સમાં રાહત મળશે. સામાન્ય વર્ગને આશા છે કે સરકાર 25 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની આવક પર ટેક્સને 25 ટકા સુધી રાખી શકે છે. વળી, 1 કરોડથી વધુની આવક પર 30 ટકાનો ટેક્સ લેવામાં આવે. લોકોને આશા છે કે સરકાર સરચાર્જને હટાવી દે.

આવકવેરામાં છૂટ

આવકવેરામાં છૂટ

સામાન્ય જનતાને આશા છે કે સરકાર હાલમાં સુસ્ત પડેલી અર્થ વ્યવસ્થાને જોતા કરમાં છૂટ આપશે. લોકોને આશા છે કે નાણામંત્રી કૉર્પોરેટ કરમાં ઘટાડાની જેમ આવકવેરામાં પણ છૂટ આપશે. 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર કરે 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી શકે છે. આ રીતે 10 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કરને 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી શકે છે.

ઘર ખરીદનારાઓને મળે રાહત

ઘર ખરીદનારાઓને મળે રાહત

આવકવેરા સાથે સાથે મધ્યમ વર્ગને આશા છે કે સરકાર ઘર ખરીદનારાઓને પણ રાહત આપશે. આશા છે કે ટેક્સ અંગેના નિયમો મુજબ પોતાના ઘર માટે લેવામાં આવેલ હોમ લોન પર 2 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કરમાં છૂટનો લાભ લેવામાં આવી શકે છે. હોમ લોનમાં 2 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કરમાં અત્યારે છૂટનો લાભ મળી રહ્યો છે. હાલમાં કોઈ વ્યક્તિ પોતાની બે સંપત્તિઓ માટે કરમાં છૂટનો દાવો કરી શકે છે. જો કે છૂટની મહત્તમ સીમા બે લાખ રૂપિયાની જ હોઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર રિયલ એસ્ટેટની સુસ્તીને જોતા આમાં ફેરફાર કરી શકે છે.

ટેક્સ સ્લેબમાં ફેરફાર

ટેક્સ સ્લેબમાં ફેરફાર

આશા છે કે સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને લોકોને રાહત આપી શકે છે અને મહેસૂલ વધારી શકે છે. વિશ્લેષકોનુ કહેવુ છે કે સરકાર જો કરદાતાઓની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરે તો સ્લેબમાં ફેરફારથી મહેસૂલમાં ઉણપની ભરપાઈ થઈ શકે છે. હાલમાં 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ છૂટ છે. આનાથી 8.5 લાખ રૂપિયા સુધીની આવકવાળા પણ બચત કરીને સીમાથી બહાર થઈ શકે છે.

ક્યારે રજૂ થાય છે બજેટ

ક્યારે રજૂ થાય છે બજેટ

સરકાર બજેટ દ્વારા દરેક જગ્યાએ કરવામાં આવતા ખર્ચ અને મહેસૂલની વિગતો આપે છે. સરકાર દેશને જણાવે છે કે તેણે કઈ કઈ યોજનાઓ પર આખુ વર્ષ કેટલો ખર્ચ કરવાનો છે તેની બધી માહિતી આ બજેટમાં હોય છે. પહેલાની જેમ એક વાર ફરીથી રેલ બજેટને સામાન્ય બજેટનો ભાગ કરી દેવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2017ના રોજ એક વાર ફરીથી રેલ બજેટને સામાન્ય બજેટમાં શામેલ કરી દેવામાં આવ્યુ. સામાન્ય બજેટને ફેબ્રુઆરીના અંતિમ સંસદીય કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતુ હતુ. વર્ષ 2000 સુધી બજેટ સાંજે 5 વાગે રજૂ થતુ હતુ. આ પહેલા બ્રિટિશ શાસન કાળમાં ભારતનુ બજેટ બ્રિટનમાં બપોરે પાસ થતુ હતુ જેને બાદમાં બદલીને 5 વાગે કરી દેવામાં આવ્યુ. વર્ષ 2001માં એનડીએના શાસન કાળમાં ભાજપના નાણામંત્રી યશવંત સિંહે આ પરંપરાને બદલીને બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગે કરી દીધો. મોદી સરકારે સામાન્ય બજેટ રજૂ કરવાનો સમય 1 ફેબ્રુઆરી નક્કી કરી દીધો છે.

આ પણ વાંચોઃ 7મુ પગારપંચઃ બજેટ પહેલા અને પછી કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરીઆ પણ વાંચોઃ 7મુ પગારપંચઃ બજેટ પહેલા અને પછી કેન્દ્રીય કર્મચારીઓને મળશે ડબલ ખુશખબરી

English summary
Union Budget 2020: The expectations of the middle class from this budget of the Modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X