For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : ભારત આ વર્ષે 5G સ્પેક્ટ્રમની હરાજી કરશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ સંસદમાં 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ભારત 5G સ્પેક્ટ્રમની હરાજી કરશે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ સંસદમાં 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, આ વર્ષે ભારત 5G સ્પેક્ટ્રમની હરાજી કરશે. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, આનાથી ખાનગી ટેલિકોમ પ્રદાતાઓ દ્વારા આગામી વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2023ની અંદર નેક્સ્ટ જનરેશન ટેલિકોમ સેવા શરૂ કરવામાં સરળતા રહેશે.

Union Budget 2022

સીતારમણે એમ પણ કહ્યું કે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (PLI) ના ભાગ રૂપે ડિઝાઇન આધારિત ઉત્પાદન યોજના 5G માટે મજબૂત ઇકોસિસ્ટમ લાવશે.

કેન્દ્ર સરકાર 2022 અને 2023માં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ દૂરના વિસ્તારો સહિત તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર નાખવાનો કોન્ટ્રાક્ટ પણ આપશે. આ જાહેર ખાનગી ભાગીદારી (PPP) યોજના હેઠળ કરવામાં આવશે, અને 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

કેન્દ્રીય નાણા પ્રધાને મંગળવારના રોજ એમ પણ જણાવ્યું હતું કે, ભારત, એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ, રોગચાળાથી પ્રેરિત મંદીમાંથી બહાર આવી રહ્યો છે. 2022-23 માટે તેમનું બજેટ જાહેર રોકાણ દ્વારા આર્થિક વિકાસનો પાયો નાખશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજિત 9.2 ટકા અને અગાઉના વર્ષમાં 6.6 ટકાના સંકોચનની સરખામણીમાં 8 ટકાથી 8.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.

English summary
Union Budget 2022 : India to auction 5G spectrum this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X