For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : મધ્યમ વર્ગ, ગરીબ અને ખેડૂતોને કઇ જ ન મળ્યું, રાહુલ ગાંધીએ બજેટને કહ્યું 'ઝીરો બજેટ'

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ ચોથી વખત દેશનું સામાન્ય બજેટ (નાણાકીય વર્ષ 2022-23) રજૂ કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ ચોથી વખત દેશનું સામાન્ય બજેટ (નાણાકીય વર્ષ 2022-23) રજૂ કર્યું હતું. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો બાદ જ્યાં શેરબજાર ઝડપ સાથે ચાલતું જોવા મળ્યું હતું, ત્યાં વિપક્ષી પાર્ટીઓને આ બજેટમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને મમતા બેનર્જીએ આ બજેટને સદંતર ફગાવી દીધું હતું.

 રાહુલ ગાંધી

આ બજેટને ઝીરો બજેટ ગણાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં મધ્યમ વર્ગ, ગરીબ અને ખેડૂતોને કંઈ મળ્યું નથી. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, મોદી સરકારના આ બજેટમાં પગારદાર વર્ગ, મધ્યમ વર્ગના ગરીબો, યુવાનો, ખેડૂતો અને MSME માટે કંઈ જોવા મળ્યું નથી.

વિપક્ષી દળોએ આ બજેટને મધ્યમ વર્ગનો વિશ્વાસઘાત ગણાવ્યો

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારના રોજ આગામી નાણાકીય વર્ષ માટે રૂપિયા 39.45 ટ્રિલિયન (529.7 બિલિયન ડોલર)નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેથી અર્થતંત્ર રોગચાળામાંથી પુનઃપ્રાપ્ત થાય, ત્યારે હાઇવે અને પરવડે તેવા આવાસ પર રોકાણને મજબૂત કરી શકે છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે ભાજપે નિર્મલા સીતારમણની જાહેરાતોને બિરદાવી હતી, તો વિપક્ષી દળોએ આ બજેટને મધ્યમ વર્ગનો વિશ્વાસઘાત ગણાવ્યો હતો.

2022-23માં કુલ ખર્ચ રૂપિયા 39.45 ટ્રિલિયન થશે

નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં મહેસૂલ ખાધ જીડીપીના 4.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2022-23માં મહેસૂલ ખાધ જીડીપીના 6.4 ટકા રહેવાનો અંદાજ છે. 2021-22માં સુધારેલી મહેસૂલ ખાધ જીડીપીના 6.9 ટકા હોવાનું નોંધાયું છે. 2022-23માં કુલ ખર્ચ રૂપિયા 39.45 ટ્રિલિયન થશે.

નાણાં પ્રધાન અને વડાપ્રધાને તેમને ડાયરેક્ટ ટેક્સના પગલાંમાં ફરીથી નિરાશ કર્યા છે

કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટર પર બજેટ વિશે જણાવ્યું હતું કે, 'ભારતનો પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગ મહામારી, સર્વાંગી પગારમાં ઘટાડો અને રેકોર્ડ બ્રેક મોંઘવારી સમયે રાહતની અપેક્ષા રાખતા હતા. નાણાં પ્રધાન અને વડાપ્રધાને તેમને ડાયરેક્ટ ટેક્સના પગલાંમાં ફરીથી નિરાશ કર્યા છે.

મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે બજેટમાં કંઈ નથી

આવા સમયે ટીએમસી નેતા મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને આ બજેટની ટીકા કરી છે. મમતા બેનર્જીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'બજેટ સામાન્ય માણસ માટે શૂન્ય છે. મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે બજેટમાં કંઈ નથી.

English summary
Union Budget 2022 : Middle class, poor and farmers get nothing, Rahul Gandhi called budget 'zero budget'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X