For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : 157 નવા નર્સિંગ કોલેજ ખૂલશે, ત્રણ વર્ષ 38,800 શિક્ષક અને સહાયક કર્મીઓની ભરતી

Union Budget 2023 : કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે શિક્ષા, રોજગાર, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા પ્રેત્સાહન આપવા માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

એકલવ્ય મોડલ સ્કૂલો માટે 2022-23 માટે 2,000 કરોડ રૂપિયાથી 2023-24 માટે 5,943 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ જિલ્લા કક્ષાએ શિક્ષકોની તાલીમ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે.

રાજ્યો સાથે પંચાયત અને વોર્ડ સ્તરની પુસ્તકાલયો ખોલવાની યોજના

રાજ્યો સાથે પંચાયત અને વોર્ડ સ્તરની પુસ્તકાલયો ખોલવાની યોજના

બજેટની જાહેરાતમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને ભાણાવતી આપતી 740એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની નિમણૂક કરશે.

નાણામંત્રીએ કહ્યું કે 2014થી સ્થપાયેલી હાલની 157મેડિકલ કોલેજો સાથે મળીને 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. તે જ સમયે, ગ્રામ પંચાયત અને વોર્ડ સ્તર સુધીપુસ્તકાલયો ખોલવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવામાં આવશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ શ્રેષ્ઠ સંસ્થાઓની સ્થાપના

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ શ્રેષ્ઠ સંસ્થાઓની સ્થાપના

કેન્દ્રીય નાણામંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સનીસ્થાપના કરવામાં આવશે. આ ત્રણ અલગ અલગ પ્રીમિયર સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અહીં કૃષિ,સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ માટે કામ કરશે.

પીએમ કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરવામાં આવશે

પીએમ કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરવામાં આવશે

કેન્દ્રીય નાણાં પ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે, કૃષિ, આરોગ્ય અને ટકાઉ શહેરોના ક્ષેત્રોમાં ઉદ્યોગ અગ્રણીઓ આંતર-શિસ્ત સંશોધન કરવા,અત્યાધુનિક એપ્લિકેશન વિકસાવવા અને સ્કેલેબલ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ICMR સાથે ભાગીદારી કરશે.

આવા સમયે,પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે યુવાનોને નોકરીઓ પૂરી પાડવા માટે 30 સ્કિલ ઈન્ડિયાઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

બજેટ 2023ના ભાષણમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સંબંધિત મુખ્ય મુદ્દાઓ -

બજેટ 2023ના ભાષણમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સંબંધિત મુખ્ય મુદ્દાઓ -

  • આગામી ત્રણ વર્ષમાં 47 લાખ યુવાનોને નેશનલ એપ્રેન્ટિસશીપ યોજનાનો લાભ મળશે.
  • લાખો કેન્દ્રીય કર્મચારીઓને તેમની કુશળતા સુધારવાની તક મળશે. આ અંતર્ગત કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે મિશન કર્મયોગીયોજનાની જાહેરાત કરવામાં આવી છે.
  • દેશની મોટી યુનિવર્સિટીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ઓફ એક્સલન્સ એટલે કે, સેન્ટર ઓફ ઇન્ટેલિજન્સ ખોલવામાંઆવશે.
  • મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
  • બજેટમાં રાષ્ટ્રીય સ્તરે નેશનલ ડિજિટલ લાયબ્રેરી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • ડિજિટલ લાઇબ્રેરી માટેના પુસ્તકો NBT એટલે કે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.
  • ગ્રામ પંચાયત અને વોર્ડ સ્તર સુધી પુસ્તકાલયો ખોલવા માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવામાં આવશે.
  • જિલ્લા કક્ષાએ શિક્ષકોની તાલીમ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • બજેટમાં નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
  • મેડિકલ કોલેજોને સંશોધન અને ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવશે.
  • સાક્ષરતા માટે એનજીઓ સાથે મળીને કામ કરવામાં આવશે.
  • ફાર્મા ક્ષેત્રમાં સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે નવી સંશોધન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
  • એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો માટે 2022-23 માટે 2,000 કરોડ રૂપિયાથી 2023-24 માટે 5,943 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાંઆવી છે.

English summary
Union Budget 2023 : 157 new nursing colleges to open, recruitment of 38,800 teachers and support staff in three years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X