For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : શું છે રાજકોષીય ખાદ્ય? જાણો સરકાર કેવી રીતે કરે છે કમાણી?

Union Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો સમજીએ કે નાણાકીય ખાધ શું છે અને સરકાર લોકો પાસેથી કેવી રીતે કમાણી કરે છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : આજે ભારતના નાણાં મંત્રી નિર્મલા સિતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ છે. આવામાં આપણે બજેટ વિશે થોડી વાતો જાણી લેવી જોઇએ. આજે આ અહેવાલમાં આપણે રાજકોષીય ખાદ્ય એટલે Fiscal Deficit વિશએ જાણીશું. આ સાથે સરકાર કેવી રીતે કણાણી કરે છે, તે વિશે પણ જાણકારી મેળવીશું.

વર્તમાન સમયમાં ભારતમાં લોકોની કુલ આવકની વાત કરવામાં આવે, તો નાણાકીય વર્ષ 2023માં લોકોની કુલ આવક લગભગ 22.04 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે કુલ ખર્ચની વાત કરીએ, તો તે 39.4 લાખ કરોડ છે. આવી સ્થિતિમાં આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને ફિસ્કલ ડેફિસિટ અથવા રાજકોષીય ખાદ્ય કહેવામાં આવે છે.

Union Budget 2023

આ આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023 માટે ભારતની રાજકોષીય ખાધ 6.40 ટકા એટલે કે લગભગ 17 લાખ કરોડ રૂપિયા છે. જો છેલ્લા 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ, તો તેમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રાજકોષીય ખાધ 15 લાખ કરોડ રૂપિયાની આસપાસ રહે છે.

દેવું ઘટાડવાની વ્યૂહરચના

દેવું ઘટાડવાની વ્યૂહરચના

આવી સ્થિતિમાં સરકાર સમક્ષ રાજકોષીય ખાધ ઘટાડવાનો એકમાત્ર વિકલ્પ આવક વધારવાનો હોય છે. વર્ષ 2004 થી 2012ની વાતકરીએ, તો ભારતમાં દેવાનો બોજ ઘણો વધી ગયો હતો. પર્સનલ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને GST સરકારની આવકના મુખ્ય સ્ત્રોત છે.

પર્સનલ ટેક્સની વાત કરીએ, તો સરકાર પર હંમેશા આ ટેક્સ ન વધારવાનું દબાણ રહે છે. છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો સરકારે તેમાંકોઈ વધારો કર્યો નથી. આવી સ્થિતિમાં સરકારે કરચોરી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે માટે આધાર-યુપીઆઈ જેવા વિકલ્પોઅપનાવવામાં આવ્યા છે.

ડિજીટાઈઝેશનથી બદલાયા સમીકરણ

ડિજીટાઈઝેશનથી બદલાયા સમીકરણ

લોકોને PAN સાથે આધાર લિંક કરવાની ફરજ પાડવામાં આવી હતી, ઓનલાઈન પેમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેથી કરચોરીઅટકાવી શકાય.

સરકારના આ પગલાથી મોટી સફળતા મળી છે કે, હવે લોકોના ખર્ચ પર સરળતાથી નજર રાખી શકાશે. આ પગલાથીસરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે.

આ સાથે GST કલેક્શન પણ સતત વધી રહ્યું છે. નાના પાયે કામ કરવાને કારણે GSTકલેક્શન 10.06 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે.

સરકારે કેવી રીતે વધારી આવક અને કમાણી

સરકારે કેવી રીતે વધારી આવક અને કમાણી

ઉર્જા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ ઘણો વધી રહ્યો હતો. આવા સમયે સરકાર પર લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું દેવું વધી ગયુંહતું, પરંતુ છેલ્લા 10-12 વર્ષમાં 10 થી 12 લાખ કરોડ રૂપિયાનું દેવું ઓછું થયું છે.

આવી સ્થિતિમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે, જોજીડીપી અને ટેક્સનો ગુણોત્તર 3 ટકા રહે તો 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યને પ્રાપ્ત કરવું લગભગ અશક્ય છે.

આવી સ્થિતિમાં,સરકારે તેની કમાણી વધારવાનો વિકલ્પ શોધવાનું શરૂ કર્યું હતું. આ ક્રમમાં સરકારે વર્ષ 2016 માં RERA લાવી, તે પછી નોટબંધી,GST, કોર્પોરેટ દરો ઘટાડવામાં આવ્યા, PLI યોજના દાખલ કરવામાં આવી, લેબર કોડ દાખલ કરવામાં આવ્યો, વીમા અને સંરક્ષણમાંએફડીઆઈમાં વધારો કરવામાં આવ્યો, ખાણકામમાં સુધારા કરવામાં આવ્યા, ટેક્નોલોજી ટેક્સમાં વધારો, UPI સહિત તમામ ઓનલાઈનપ્લેટફોર્મ પરથી ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, આ તમામ બાબતો ટેક્સ વધારવા માટે કરવામાં આવી હતી.

ડિજિટાઈઝેશનને કારણે વધ્યું ટેક્સ કલેક્શન

ડિજિટાઈઝેશનને કારણે વધ્યું ટેક્સ કલેક્શન

આ તમામ નીતિઓને કારણે સરકારને ઘણો ફાયદો થયો અને જીડીપી-ટેક્સ રેશિયો 3 ટકાથી વધીને 4.5 ટકા થયો છે.

હવે 4.5 ટકા વસ્તીવેરો ભરવાનું શરૂ કર્યું છે. જેણે સરકારની કમાણી વધારવામાં મોટી ભૂમિકા ભજવી હતી.આ જ કારણ છે કે, સરકારની આવકમાં જબરદસ્તવધારો થયો છે.

જો સરકારની કમાણીની વાત કરીએ તો 95 ટકા રકમ સરકારને ટેક્સમાંથી મળે છે. બાકીના 5 ટકા અન્ય સ્ત્રોતોમાંથી આવેછે.

મેક ઇન ઇન્ડિયાનો લાભ

મેક ઇન ઇન્ડિયાનો લાભ

કોર્પોરેટ ટેક્સની વાત કરીએ તો તેનું કલેક્શન ઘટાડ્યા બાદ પણ વધ્યું છે. સરકાર લોકોને ભારતમાં રોકાણ કરવા માટે સતત આમંત્રણઆપી રહી છે.

વિદેશી રોકાણકારોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. સરકાર એપલ, સેમસંગ સહિત તમામ મોટી કંપનીઓને ભારતમાંરોકાણ કરવા આમંત્રણ આપી રહી છે.

સરકાર સામે મોટો પડકાર એ છે કે, ખર્ચ ક્યારેય ઘટતો નથી, ક્યારેક સરકાર પર સબસિડીનો બોજવધે છે, ક્યારેક ટેક્સ ઘટાડવાનું દબાણ આવે છે, તો ક્યારેક બાંધકામ ક્ષેત્રે ખર્ચ વધી જાય છે.

ઘટ્યું 12 લાખ કરોડનું દેવું

ઘટ્યું 12 લાખ કરોડનું દેવું

આવી સ્થિતિમાં સરકાર સમક્ષ રાજકોષીય ખાધ ઘટાડવાનો એકમાત્ર વિકલ્પ આવક વધારવાનો છે. વર્ષ 2004 થી 2012ની વાત કરીએ તોભારતમાં દેવાનો બોજ ઘણો વધી ગયો હતો.

ઉર્જા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ ઘણો વધી રહ્યો હતો. આવા સમયે સરકાર પરલગભગ 15 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ છેલ્લા 10-12 વર્ષમાં 10 થી 12 લાખ કરોડ રૂપિયાનું દેવું ઓછું થયું છે.

English summary
Union Budget 2023 : What is Fiscal Deficit? Know how the government earns?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X