For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : કઈ વસ્તુ થઇ સસ્તી અને કઈ વસ્તુના ભાવ વધ્યા? વાંચો સંપૂર્ણ યાદી

Union Budget 2023 : કેન્દ્રીય બજેટ 2023માં ઘણી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે તે વસ્તુ સસ્તી થઈ ગઈ છે. જેમાં રમકડાં, ટીવી વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે ઘણી વસ્તુ મોંઘી થઇ છે, જેમ કે સિગારેટ.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારણે કેન્દ્રીય બજેટ 2023 રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે, જેનું ધ્યાન આ બજેટમાં ખાસ રાખવામાં આવ્યું છે. આવા સમયે સરકારે ઘણી વસ્તુઓ ટેક્સ ફ્રી કરી છે, જેના કારણે તે વસ્તુના ભાવમાં ઘટાડો થયો છે. આ સાથે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઇ છે. આ અહેવાલમાં જાણીશું કે, કઇ વસ્તુ મોંઘી થઇ છે અને કઇ વસ્તુના ભાવ ઘટ્યા છે.

આ વસ્તુઓ થઇ સસ્તી

આ વસ્તુઓ થઇ સસ્તી

  • રમકડાં
  • સાયકલ
  • ઓટોમોબાઈલ
  • કેટલાક મોબાઈલ ફોન
  • કેમેરા લેન્સ
  • ઇલેક્ટ્રિક વાહન
  • એલઇડી ટીવી
  • બાયોગેસ સંબંધિત વસ્તુઓ
  • લિથિયમ સેલ
  • દેશી કિચન ચીમની
આ વસ્તુઓ થઇ મોંઘી

આ વસ્તુઓ થઇ મોંઘી

  • વિદેશી કિચન ચીમની
  • સોનું
  • પ્લેટેનિયમ
  • આયાતી ચાંદીના વાસણો
  • સિગારેટ
  • છત્રી
રસોડાની ચીમની પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારાઇ

રસોડાની ચીમની પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર ચીમનીના ક્ષેત્રમાં કામ કરતા ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માંગે છે. આવી સ્થિતિમાં વિદેશથી આવતી ચીમની પરની આયાત જકાત વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે પહેલા તે 7.5 ટકા હતી. હવે જો તમે વિદેશી ચીમની ખરીદશો, તો તમારું ખિસ્સું વધુ ઢીલું થશે, જ્યારે દેશી કંપનીની ચીમની ખરીદવામાં તમારો ખર્ચ ઓછો પડશે.

સસ્તી બેટરી હોવાના ફાયદા

સસ્તી બેટરી હોવાના ફાયદા

નાણાં મંત્રીએ જાહેરાત કરી કે, ઈલેક્ટ્રોનિક વાહનો અને ફોનમાં વપરાતી બેટરી પરની કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં આ બેટરીઓ સસ્તી થશે. જેની સીધી અસર મોબાઈલ અને ઈવીની કિંમત પર પડશે.

English summary
Union Budget 2023 : Which item has become cheaper and which item has increased in price? Read the full list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X