For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે BAD બેંકની જાહેરાત કરી, 31,600 કરોડની સરકારી ગેરંટી

નિર્મલા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી કે, તેમને BAD બેંકને બોલાવી છે, જે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની છે. બજેટ દરમિયાન જ નાણામંત્રીએ BAD બેંકની જાહેરાત કરી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંક એટલે કે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ બીજા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણની મહત્વની બેઠક હતી, ત્યારબાદ નાણામંત્રીએ પત્રકાર પરિષદ યોજીને મહત્વની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી હતી કે, તેમને BAD બેંકને બોલાવી છે, જે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની છે. બજેટ દરમિયાન જ નાણામંત્રીએ BAD બેંકની જાહેરાત કરી હતી. સરકારે BAD બેંકને 30,600 કરોડની ગેરંટી આપી છે.

નિર્મલા સીતારમણ

આ BAD બેંક દ્વારા સરકાર બેંક્સની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે. વર્ષ 2018 થી 3 લાખ કરોડથી વધુની વસૂલાત થઈ છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલા બેંક્સની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે, જ્યારે વર્ષ 2018માં 21માંથી માત્ર બે બેંકોએ નફો કર્યો હતો, જ્યારે વર્ષ 2021માં માત્ર બે જ બેંકને નુકસાન થયું છે.

નાણામંત્રીએ જણાવ્યું કે, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) BAD બેંકની સ્થાપના માટે કામ કરશે. BAD બેંક લોન માટે સંમત મૂલ્યના 15 ટકા રોકડમાં ચૂકવશે, જ્યારે બાકીના 85 ટકા સરકારી ગેરંટીવાળી સુરક્ષા રસીદમાં હશે. ઉલ્લેખનીય છે કે, BAD બેંક એ બેંક નથી, પરંતુ તે સરકારની સંપત્તિ છે, જેની મદદથી તે બેંકોની BAD લોન વસૂલવામાં મદદ કરશે. આ BAD બેંક સાથેની બેંક્સની લોન ટ્રાન્સફર કરવામાં આવશે. BAD બેંકની જાહેરાતથી બેંક્સને રાહત મળશે.

English summary
Nirmala Sitharaman announced through a press conference that she has called BAD Bank, an asset re-construction company. It was during the budget that the finance minister announced BAD Bank. The government has given a guarantee of Rs 30,600 crore to BAD Bank.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X