For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમે ચોરીથી સોનુ વિદેશ મોકલ્યું, દેશમાં 1 લાખ રૂપિયા લિટર દૂધ

જી હાં, વિશ્વના એક દેશમાં હાલ આવી જ સ્થિતિ છે. આ દેશનુ નામ છે વેનેઝુએલા, જ્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી એટલી વકરી છે કે 1 લિટર દૂધ લેવા માટે લોકોએ 1 લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જી હાં, વિશ્વના એક દેશમાં હાલ આવી જ સ્થિતિ છે. આ દેશનુ નામ છે વેનેઝુએલા, જ્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોંઘવારી એટલી વકરી છે કે 1 લિટર દૂધ લેવા માટે લોકોએ 1 લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. તો એક કિલો માંસ 3 લાખ રૂપિયે કિલો મળી રહ્યું છે. સ્થિતિ એવી છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો કોઈ અર્થ નથી. કારણ કે તેમાંથી નીકળતા થોડા રૂપિયા કોઈ કામના નથી. બીજી તરફ દેશના પ્રમુખ નિકોલ મદુરો પર ચોરી છૂપી દેશનું સોનું વેચવાનો આરોપ લગા્યો છે. ઉલ્લેખનીય છે કે વેનેઝુએલા પર અમેરિકાએ નાણાકીય પ્રતિબંધ લગાવ્યા છે, જેને કારણે સ્થિતિ કથળી રહી છે.

અમેરિકાના પ્રતિબંધ છતાંય આફ્રિકા મોકલ્યું સોનુ

અમેરિકાના પ્રતિબંધ છતાંય આફ્રિકા મોકલ્યું સોનુ

મળતી માહિતી પ્રમાણે વેનેઝુએલાના નિકોલ મદુરોની સરકારે દેશના સોનાના ભંડારમાંથી મોટી સંખ્યામાં સોનુ વેચી દીધું છે. વેનેઝુએલાના રાષ્ટર્પતિ નિકોલસ મદુરોએ અમેરિકાના પ્રતિબંધ છતાંય પૂર્વ આફ્રિકાને આ સોનું મોકલ્યું છે. વૉલ સ્ટ્રીય જર્નલના અહેવાલ પ્રમામે વેનેઝુએલા અને યુગાન્ડાના અધિકારીઓનું કહેવું છે કે બે જહાજમાંથી 30 કરોડ ડોલરથી વધુની કિંમતનું 7.4 ટન સોનું ચોરીને યુગાન્ડાની એક રિફાઈનરીને મોકલાયું છે.

અમેરિકાએ મૂક્યા છે આર્થિક પ્રતિબંધ

અમેરિકાએ મૂક્યા છે આર્થિક પ્રતિબંધ

યુગાન્ડાના એક પોલીસ અધિકારીના કહેવા પ્રમામે પાર્સલ સાથના પેપર વર્કના કારણે સોનું બહાર ગયાનો ખુલાસો થયો છે. જેમાંથી કેટલાક ગોલ્ડ પર વેનેઝુએલાની કેન્દ્રીય બેન્કની સંપત્તિનો સિક્કો પણ લાગેલો છે. અમેરિકાએ વેનેઝુએલાના વિપક્ષી દળના નેતા જુઆન ગુએડોને રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી છે અને મદુરોની સરકાર પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. ત્યારે વિપક્ષનો આરોપ છે કે પ્રતિબંધ છતાંય દેશ ટનબંધ સોનું વેચી રહ્યો છે. એક સાંસદના કહેવા પ્રમામે મદુરો સરકાર ખુદ ખજાના સાથે મનમાની કરી રહી છે અને રોકડ દ્વારા દેશને વેચવા પણ તૈયાર છે.

વેનેઝુએલાની આંતરિક લડાઈનો ખુલાસો

વેનેઝુએલાની આંતરિક લડાઈનો ખુલાસો

વેનેઝુએલામાં જુઆન ગુએડો અને રાષ્ટરપતિ નિકોલસ મદુરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા સહિત 50 દેશના નેતા ગુએડોને ટેકો આપી રહ્યા છે, જ્યારે બાકીના મદુરોનું સમર્થન કરી રહ્યા છે. યુગાન્ડાની પોલીસનો દાવો છે કે સોનું આફ્રિકન ગોલ્ડ રિફાઈનરી લિમિટેડને આપવામાં આવ્યું છે. આ રિફાઈનરી એરપોર્ટથી માત્ર 500 ગજ દૂર છે.

આફ્રિકી ગોલ્ડ રિફાઈનરી લિમિટેડનો ઈનકાર

આફ્રિકી ગોલ્ડ રિફાઈનરી લિમિટેડનો ઈનકાર

આફ્રિકી ગોલ્ડ રિફાઈનરી લિમિટેડે પોતાનું સોનું અમેરિકન કંપનીઓને આપે છે. 2018માં લગભગ 237 અમેરિકન કંપનીઓને સોનુ આપતી રિફાઈનરીના લિસ્ટમાં આફ્રિકિ ગોલ્ડ રિફાઈનરી લિમિટેડનું નામ હતું. કંપનીના સીઈઓ ચેરી એન ડૈકડૈકનું કહેવું છે કે કંપની ચોરીથી કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી લવાતા સોનાનો ઉપયોગ નથી કરતી.

English summary
venezuela is in financial trouble president has accused of selling goverments gold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X