For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank of Barodaના કરોડો ખાતાધારકો માટે જરૂરી સમાચાર, 1 માર્ચથી નહિ કરી શકો પૈસાની લેવડ-દેવડ

સાર્વજનિક ક્ષેત્રની બેંક( Bank) બેંક ઑફ બરોડા( Bank of Baroda)એ પોતાના ખાતાધારકો માટે જરૂરી સૂચના જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Bank of Baroda. સાર્વજનિક ક્ષેત્રની બેંક( Bank) બેંક ઑફ બરોડા( Bank of Baroda)એ પોતાના ખાતાધારકો માટે જરૂરી સૂચના જાહેર કરી છે. બેંકના ખાતાધારકો માટે જરૂરી સૂચના જાહેર કરી છે અને ખાતાધારકોને 1 માર્ચ પહેલા એક જરૂરી કામ પૂરુ કરવાની અપીલ કરી છે નહિતર 1 માર્ચથી તેમને પૈસાની લેવડ-દેવડમાં મુશ્કેલી થશે. વાસ્તવમાં 1 માર્ચથી જૂના IFSC કોડ કામ નહિ કરે. એવામાં જો તમે હજુ સુધી પોતાનો આઈએફએસસી કોડ ચેન્જ ન કરાવ્યો હોય તો સ્હેજ પણ વિલંબ કર્યા વિના કરાવી લો.

1 માર્ચથી નહિ કરી શકો પૈસાની લેવડ-દેવડ

1 માર્ચથી નહિ કરી શકો પૈસાની લેવડ-દેવડ

તમારુ બેંક ખાતુ જો બેંક ઑફ બરોડા(Bank of Baroda)માં હોય તો તમારે 1 માર્ચ પહેલા આ કામ કરી લેવુ જરૂરી છે. વાસ્તવમાં અમુક દિવસો પહેલા જ કેન્દ્ર સરકારે દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક(Vijaya Bank) નુ વિલય બેંક ઑફ બરોડા( BoB)માં કરી દીધુ છે. આ બંનેનુ વિલય બેંક ઑફ બરોડામાં થયા બાદ આ બંને બેંકના ગ્રાહક હવે BOBના ગ્રાહક બની ચૂક્યા છે. હવે 1 માર્ચ બાદથી બેંક પોતાના IFSC Codeમાં ફેરફાર કરવા જઈ રહી છે. એવામાં આ બંને બેંકોના ગ્રાહકોએ હવ પોતાના જૂના IFSC કોડ બદલાવવાના રહેશે અને નવી IFSC કોડ લેવાના રહેશે.

બેંકે ટ્વિટ કરીને આપી માહિતી

બેંકે ટ્વિટ કરીને આપી માહિતી

બેંકે દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકો, જે હવે બેંક ઑફ બરોડાના ગ્રાહક બની ચૂક્યા છે તેમને નવા આઈએફએસસી કોડ( IFSC)લેવા માટે કહ્યુ છે. આમ ન કરવા પર 1 માર્ચ 2021 બાદથી આ ગ્રાહક પૈસાની લેવડ-દેવડ નહિ કરી શકે. બેંક ઑફ બરોડાએ ટ્વિટ કરીને એ વાતની માહિતી આપી છે. જે મુજબ 1 માર્ચ, 2021 બાદ ગ્રાહકોના જૂના આઈએફએસસી કોડ(IFSC) કામ નહિ કરે. બેંકે પોતાના ગ્રાહકોને અપીલ કરીને કહ્યુ છે કે ઈ-વિજયા( e-Vijaya) અને ઈ-દેના( e-Dena)આઈએફએસસી કોડ 1 માર્ચ 2021થી બંધ થવા જઈ રહ્યા છે. બેંકે આ ગ્રાહકોને કહ્યુ છે કે આ ગ્રાહક નવા આઈએફએસસી કોડ મેળવી લે.

આ નંબર પર ફોન કરીને લઈ શકો છો માહિતી

આ નંબર પર ફોન કરીને લઈ શકો છો માહિતી

બેંકે પોતાના ટ્વિટમાં ગ્રાહકો માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સાથે સાથે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. આ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને તમે IFSC કોડ સાથે જોડાયેલી પોતાની સમસ્યા કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિશે માહિતી મેળવી શકો છો. તમે 1800 258 1700 નંબર પર ફોન કરીને આઈએફએસસી કોડ સાથે જોડાયેલા કોઈ પણ સવાલનો જવાબ આપી શકો છો અથવા પોતાના નજીકની બ્રાંચમાં જઈ શકો છો. તમને જણાવી દઈએ કે ઑનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટર પેમેન્ટ માટે તમારે બેંક અકાઉન્ટ સાથે સાથે IFSC કોડની જરૂર પડે છે. જો તમારી પાસે નવુ આઈએફએસસી કોડ નહિ હોય તો તમે ઑનલાઈન લેવડ-દેવડ નહિ કરી શકો.

પાકિસ્તાનની અંદર ઘૂસીને હવે આ દેશે કરી સર્જીકલ સ્ટ્રાઈકપાકિસ્તાનની અંદર ઘૂસીને હવે આ દેશે કરી સર્જીકલ સ્ટ્રાઈક

English summary
Vijaya and Dena Bank IFSC Codes are going to be discontinued from 1st March 2021, Bank of Baroda alert cutomers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X