For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલરીમાં મળતા કયા ભથ્થાં કરમુક્ત હોય છે?

|
Google Oneindia Gujarati News

કોઇ પણ પગારદાર વ્યક્તિના પગારમાં કેટલાંક ભથ્થાં એવા હોય છે કે જે કરપાત્ર હોય છે. જ્યારે કેટલાકને કરમાંથી મુક્તિ મળેલી છે. પગારમાં જેના પર કર લાગે છે તેવા તત્વોમાં બેઝિક સેલરી, એચઆરએ, બોનસ અને કમિશનનો સમાવેશ થાય છે.

અહીં અમે એવી બાબતો જણાવી રહ્યા છીએ જે કરમુક્ત છે...

tax-1

1. બાળકોનું શિક્ષણ એલાઉન્સ
પ્રતિ માસ પ્રતિ બાળક રૂપિયા 100નું એજ્યુકેશન એલાઉન્સ કરમુક્ત છે. કરલાભ લેવા માટે મહત્તમ બે બાળકોને ધ્યાનમાં લેવામાં આવે છે.

2. બાળકોનો હોસ્ટેલ ખર્ચ
પ્રતિ માસ રૂપિયા 300 સુધીનો હોસ્ટેલ ખર્ચ વેરામાંથી બાદ મળે છે. ા મુક્તિ મહત્તમ બે બાળકો માટે મળે છે.

3. ટ્રાવેલ કે કંપની ટૂર માટે આપવામાં આવેલી કોઇ પણ રકમનો ઉપયોગ કર્મચારીએ કર્યો હોય તો તે કરમુક્ત છે.

4. જો મુસાફરી માટે ટ્રાવેલ એલાઉન્સ ઉપરાંતનું કોઇ પ્રકારનું ફ્રી કન્વિનિયન્સ ચૂકવવામાં આવ્યું હોય તો તે પણ કરમુક્ત છે.

5. જો કર્મચારીઓ શૈક્ષણિક રિસર્ચ કરે તો આ રિસર્ચ માટેનું એલાઉન્સ પણ કરમુક્ત હોય છે.

6. જો આપને ડ્યુટી પર પહેરાવાના યુનિફોર્મની સાફ-સાફાઇ અને જાળવણી માટે એલાઉન્સ આપવામાં આવતું હોય તો તે કરમુક્ત છે.

7. જો આપ પર્વતીય વિસ્તારો જોવા કે હિમાચલ પ્રદેશ, નોર્થ ઇસ્ટ કે ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં રહેતા હોવ તો આપ રૂપિયા 800 પ્રતિ મહિના છૂટ માગી શકો છો.

8. દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર વસતા લોકો દરેક ભથ્થામા્ં રૂપિયા 300 વધુ દાવો કરી શકે છે.

9. જો આપ જ્મ્મુ-કાશ્મીરના સિયાચીન વિસ્તારમાં નોકરી કરતા હોવ તો દર મહિને રૂપિયા 7000 કરમુક્તિનો દાવો કરી શકો છો.

10. કોઇ પણ વ્યક્તિ જે આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તાર, એજન્સી વિસ્તારમાં કામ કરતી હોય. જેમ કે મધ્યપ્રદેશ, આસામ, યુપી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ, ત્રિપુરા તેઓ મહિને રૂપિયા 200નો કરમુક્તિનો દાવો માંડી શકે છે.

11. જો આપ ખાણમાં જમીનની નીચે કામ કરતા હોવ અને અન્ડરગ્રાઉન્ડ એલાઉન્સ મેળવતા હોવ તો દર મહિને રૂપિયા 800નો કરમુક્તિનો દાવો માંડી શકો છો.

12. લશ્કરના જવાનોને આઇસલેન્ડ ડ્યુટી બજાવી રહ્યા હોય જેમ કે આંદામાન નિકોબાર ટાપુપર તો તેમને દર મહિને રૂપિયા 3250ની કરમુક્તિ મળે છે.

English summary
What Are The Allowances From Salary That Are Exempt From Tax?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X