For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ડીઝલને નિયંત્રણ મુક્ત કરવાનો અર્થ શું છે?

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે 18 ઓક્ટોબર, 2014ના રોજ ભારતમાં ડીઝલની કિંમતો નિયંત્રણમુક્ત કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. આ બાબતને સરળ રીતે સમજીએ તો હવેથી ડીઝલ સરકારની સબસિડી વિના માર્કેટ પ્રાઇસ પર ઉપલબ્ધ બનશે.

ડીઝલ સબસિડીનો અર્થ શું થાય છે?
આ પહેલા ભારતમાં ડીઝલની કિંમતો ક્યારેય બજાર કિંમતો મુજબ ન હતી. આ માટે સરકારે ડીઝલની એક ચોક્કસ કિંમત નક્કી કરી હતી. તેના ઉપરની તમામ રકમ સરકાર સબસિડી તરીકે ચૂકવતી હતી.

diesel-pump-1

આ બાબત સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે ડીઝલની બજાર કિંમત રૂપિયા 60 પ્રતિ લીટર હતી તો સરકારે ડીઝલની કિંમત રૂપિયા 50 પ્રતિ લીટર નક્કી કરી હતી અને ભારતમાં ગ્રાહકોને આપતી હતી. આમ બાકીને રૂપિયા 10 સરકાર સબસિડી તરીકે પોતે વહન કરતી હતી.

એક અંદાજ પ્રમાણે સરકાર બજાર કિંમતથી ઓછા દરે જે ડીઝલ, એલપીજી અને કેરોસીન આપતી હતી તેના કારણે પ્રત્યેક નાણાકીય વર્ષમાં અંદાજે રૂપિયા 86,080 કરોડની ખોટ જતી હતી.

હવે ડીઝલની કિંમતો નિયંત્રણ મુક્ત કરવાનો અર્થ શું છે?
હવે ડીઝલને નિયંત્રણમુક્ત કરવાનો અર્થ એ થાય છે કે સરકાર પર સબસિડીનું ભારણ ઘટશે. આ કારણે મોટી રકમ છુટી થશે, જેનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી વિકાસલક્ષી કામગીરીમાં ઉપયોગમાં લઇ શકાશે.

હવેથી ડીઝલની કિંમતોનું દર છ મહિને આકલન કરવામાં આવશે. ડીઝલની નીચી કિંમતો ખેડૂતોને મદદ કરવા ઉપરાંત અર્થતંત્રમાં ઊંચી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને કારણે વધતા ફૂગાવાને પણ નિયંત્રણમાં લઇ શકાશે.

દરેક સરકારના એજન્ડામાં ઇંધણની કિંમતોને નિયંત્રણમુક્ત બનાવવાનો એજન્ડા હતા. પણ ઘણી ઓછી સરકારો ફ્યુઅલ પ્રાઇસ માર્કેટ ભાવે ઉપલબ્ધ કરાવવામાં સફળ રહી છે.

એનડીએ સરકારે પેટ્રોલ અન ડીઝલની કિંમતો નિયંત્રણ મુક્ત કરી છે. પણ અહેવાલો અનુસાર વર્ષ 2004માં યુપીએ સરકારે ફરી સબસિડી શરૂ કરી હતી. ત્યાર બાદ વર્ષ 2010માં પેટ્રોલની કિંમતો સંપૂર્ણ પણે નિયંત્રણમુક્ત કરી દેવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડની કિંમતમાં ઘટાડો આશીર્વાદરૂપ
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે ક્રુડના ભાવોમાં ભારે ઘટાડો થતાં એક મહત્વનો નિર્ણય લીધો હતો. જેના કારણે ડીઝલની કિંમતોમાં અંદાજે 3.50 રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે.

English summary
What Does Diesel Deregulation in India Mean?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X