કોર્પોરેટ એક્શન શું છે? તેને કેટલા પ્રકાર છે?
આપણે ઘણીવાર કંપની દ્વારા કોર્પોરેટ એક્શન લેવામાં આવ્યા એવું સાંભળીએ છીએ. શેરમાર્કેટ સાથે ડીલિંગ કરનારાઓએ જાણવું જરૂરી છે કે કંપનીઓ ક્યારે કોર્પોરેટ એક્શન્સ લેતી હોય છે અને તેના કેટલા પ્રકારો હોય છેય ઉદાહરણ તરીકે જો કોર્પોરેટ એક્શન બોનસ કે સ્ટોક સ્પ્લિટ માટે હશે તો આપ ઉત્સાહિત થઇ જશો.
કોર્પોરેટ એક્શન્સ શું છે?
કોર્પોરેટ એક્શન્સ કંપનીના એવા સમાચાર છે જેના કારણે કંપનીના સ્ટોક્સના કે શેર્સના ભાવ પર અસર પડે છે. કેટલીક કોર્પોરેટ એક્શન્સની સીધી અસર પડે છે જેમ કે ડિવિડન્ડનો મુદ્દે, કૂપન્સ પેમેન્ટ જ્યારે ઇનડાયરેક્ટ ઘોષણાઓ જેમ કે સ્ટોક સ્પ્લિટની જાહેરાત.
કોર્પોરેટ એક્શન્સમાં કેટલીક એક્શન્સને કંપનીના બોર્ડ અને શેરહોલ્ડર્સ દ્વારા મંજુરી મળ્યા બાદ અમલમાં મુકી શકાય છે. આ એક્શન્સમાં સ્ટોક સ્પ્લિટ્સ, ડિવિડન્ડ્સ, નામમાં બદલાવ, મર્જર્સ અને અધિગ્રહણ વગેરેનો સમાવેશ થાય છે.
ઘણીવાર કંપની નફો કરે ત્યારે તેના શેરહોલ્ડર્સ માટે ડિવિડન્ડ અને બોનસ જાહેર કરે છે. આ એક્શન્સ તેના શેરહોલ્ડર્સને નફો પરત આપવા માટે લેવામાં આવે છે. કેટલીકવાર આ એક્શન્સ શેરહોલ્ડર્સને વધારે મૂલ્ય આપવા માટે લેવામાં આવે છે. બાયબેક તેમાંથી એક છે.
કોર્પોરેટ એક્શન્સના પ્રકારો :
મેન્ડેટરી કોર્પોરેટ એક્શન : આ પ્રકારના કોર્પોરેટ એક્શનમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મંજુરી લેવામાં આવે છે જેની અસર તમામ શેરહોલ્ડર્સ પર પડે છે. જેમાં સ્ટોક સ્પ્લિટ્સ, મર્જર્સ, રિટર્ન ઓફ કેપિટલ, બોનસ ઇશ્યુ, એસેટ આઇડી ચેન્જ અને સ્પિનઓફનો સમાવેશ થાય છે.
વોલેન્ટરી કોર્પોરેટ એક્શન :
વોલેન્ટરી કોર્પોરેટ એક્શનમાં શેરહોલ્ડર્સને વિકલ્પ આપવામાં આવે છે તે તેઓ એક્શનમાં ભાગ લે. દાખલા તરીકે બાયબેક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હોય તો ટેન્ડર ઓફર આપવામાં આવે છે.
અનેક મલ્ટીનેશનલ કંપનીઓ ભારતીય કંપનીઓમાં તેમનો હિસ્સો વધારે છે. તેનું તાજુ ઉદાહરણ યુનિલીવર બ્રધર્સે એચયુએલમાં પોતાનો હિસ્સો વધાર્યો એનું છે.કંપનીના શેરહોલ્ડર્સે ટેન્ડરિંગમાં ભાગ લઇને પ્રતિ શેર રૂપિયા 700ના ભાવે યુનિલીવર બ્રધર્સને હિસ્સો આપ્યો.
મેન્ડેટરી વિથ ચોઇસ કોર્પોરેટ એક્શન :
આ કોર્પોરેટ એક્શનમાં શેરહોલ્ડર્સને અનેક વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાનું કહેવામાં આવે છે.તેમાં કેશ ડિવિડન્ડ કે સ્ટોક ડિવિડન્ડનો સમાવેશ થાય છે. જો શેરહોલ્ડર્સ નિયત સમયમાં પોતાનો મત ના જણાવે તો ડિફોલ્ટ ઓપ્શનનો અમલ કરવામાં આવે છે.