For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Moonlighting: શું છે 'મૂનલાઈટિંગ', ઈંફોસિસે કર્મચારીઓને આપી ચેતવણી, કહ્યુ - બંધ કરો, નહિતર જશે નોકરી

દેશની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે તેના કર્મચારીઓને કડક ચેતવણી આપી છે અને મૂનલાઈટિંગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે તેના કર્મચારીઓને કડક ચેતવણી આપી છે અને મૂનલાઈટ છેતરપિંડી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીએ ઈમેલ દ્વારા કર્મચારીઓને સૂચના આપી છે કે તેઓ તરત જ મૂનલાઇટિંગ બંધ કરે નહીં તો તેઓ તેમની નોકરી ગુમાવશે. મૂનલાઈટને લઈને કંપનીની કડકાઈ બાદ કર્મચારીઓ પણ સતર્ક થઈ ગયા છે. સાથે જ એ જાણવુ પણ જરૂરી છે કે આ મૂનલાઈટ શું છે?

શું છે મૂનલાઈટ

શું છે મૂનલાઈટ

મૂનલાઇટિંગ એ એક નોકરી સાથે બીજી નોકરી કરવા માટે વપરાતો શબ્દ છે. જ્યારે તમે તમારી કંપનીને જાણ કર્યા વિના રેગ્યુલર જોબ સાથે બીજી જોબ કરવાનુ શરૂ કરો છો ત્યારે તેને મૂનલાઈટિંગ કહેવાય છે. તે આઈટી સેક્ટરમાં ખૂબ પ્રખ્યાત છે. ઑફિસનો સમય પૂરો થયા પછી લોકો પાર્ટ ટાઇમ ધોરણે બીજી નોકરી કરવાનુ શરૂ કરે છે. ઘણીવાર લોકો રાતે અને વીકેન્ડમાં આ પ્રકારનુ મૂનલાઇટિંગ કરે છે.

ઈંફોસિસની કડકાઈ

ઈંફોસિસની કડકાઈ

ઈંફોસિસના ચેરમેન ઋષદ પ્રેમજીએ મૂનલાઈટિંગને છેતરપિંડી ગણાવી અને તેના કર્મચારીઓને તેનાથી બચવાની સલાહ આપી. બીજી તરફ, ઇંફોસિસના એચઆરે કર્મચારીઓને એક ઈમેલ મોકલીને મૂનલાઈટ ફ્રોડને રોકવા અને ટાળવા કહ્યુ છે. કંપનીનુ માનવુ છે કે મૂનલાઇટિંગ માત્ર કંપનીની ગુણવત્તાને અસર કરતુ નથી પરંતુ તે કંપનીની સુરક્ષાને પણ જોખમમાં મૂકી શકે છે. HRએ ઈંપોસિસના તમામ કર્મચારીઓને ઈમેલ મોકલીને સૂચના આપી છે કે જેઓ મૂનલાઈટિંગ કરી રહ્યા હોય તેઓ તરત જ બંધ થઈ જાય.

નહિતર જશે નોકરી

નહિતર જશે નોકરી

ઈન્ફોસિસ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યુ છે કે બીજી નોકરી એમ્પ્લોયી હેન્ડબુક કે આચાર સંહિતા અનુસાર યોગ્ય નથી. જો કોઈ કર્મચારી કંપનીની પરવાનગી વિના બીજી નોકરી અથવા પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ જોબ કરે તો તેને તેની નોકરી પણ ગુમાવવી પડી શકે છે. કંપનીએ કહ્યુ છે કે કોરોના મહામારી દરમિયાન શરૂ થયેલા વર્ક ફ્રોમ હોમ અને રિમોટ વર્કિંગ બાદ મૂનલાઇટિંગના કેસમાં વધારો થયો છે. જેના કારણે કંપનીનો બિઝનેસ, કર્મચારીઓની કાર્યક્ષમતા, બિઝનેસ અને પરફોર્મન્સ તેમજ કંપનીનો ડેટા લીક થવાનુ જોખમ રહેલુ છે. તેથી જ ઈંફોસિસે આ અંગે કડકાઈ દાખવી છે.

English summary
What is ‘moonlighting', Infosys warns employees against this practices and said It could lead to termination.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X