Fuel Rates : જાણો 31 ઓગસ્ટના પેટ્રોલ ડીઝલના ભાવ
ગત સપ્તાહે મંગળવારના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ઓઇલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કર્યો હતો. ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે, મંગળવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. ગત સપ્તાહે મંગળવારના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ઓઇલ કંપનીઓએ બંને ઇંધણના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કર્યો હતો. ત્યારથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે, જે લોકો માટે રાહતના સમાચાર છે. જો કે, ભાવ ન વધવા છતાં, દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ વેચાઈ રહ્યું છે.


આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી: 101.49 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 107.52 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 101.82 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 99.20 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 98.79 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 104.98 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 103.99 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 105.54 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર: 108.42 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 98.56 રૂપિયા પ્રતિ લીટર
- ગુરૂગ્રામ: 99.21 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી: 88.92 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ: 96.48 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 91.98 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 93.52 રૂપિયા પ્રતિ લિટર
- નોઇડા: 89.49.52 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 94.34 રૂપિયા પ્રતિ લિટર
- પટના: 94.75 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 96.99 રૂપિયા પ્રતિ લિટર
- જયપુર: 98.06 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.29 રૂપિયા પ્રતિ લિટર
- ગુરૂગ્રામ : 89.60 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે? સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.

ઓઇલ કંપનીઓએ 30 દિવસથી આપી છે રાહત
હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.21 રૂપિયા અને ડીઝલની કિંમત 103.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, તેમ હોવા છતાં, ઓઇલ કંપનીઓએ 30 દિવસથી ભાવ વધારામાંથી રાહત આપી છે.












Click it and Unblock the Notifications
