For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sovereign Gold Bonds: મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું, ટેક્સમાં છૂટ અને ડિસ્કાઉંટ પણ મળશે

Sovereign Gold Bonds: મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું, ટેક્સમાં છૂટ અને ડિસ્કાઉંટ પણ મળશે

|
Google Oneindia Gujarati News

Sovereign Gold Bonds: જો તમે પણ સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. મોદી સરકાર મતને સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. મોદી સરકારે સોવરેન ગોલ્ડ બૉન્ડની દસમી સીરીઝ ખોલી દીધી છે. Sovereign Gold Bonds દ્વારા સરકાર લોકોને ફરી એકવાર સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. વર્ષ 2021માં આ પહેલો ગોલ્ડ બોલ્ડ છે, જ્યાં લોકોને સસ્તું સોનું ખરીદવાનો મોકો મળી રહ્યો છે.

મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાનો મોકો

મોદી સરકાર આપી રહી છે સસ્તું સોનું ખરીદવાનો મોકો

નવા વર્ષમાં મોદી સરકાર લોકોને સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. 11 જાન્યુઆરીથી ફરી એકવાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે, જે 15 જાન્યુઆરી સુધી ચાલશે. સોવરેન ગોલ્ડ બોન્ડ સબ્સક્રિપ્શનની અંતિમ તારીખ 15 જાન્યુઆરી છે. તમે આ ગોલ્ડ બોન્ડની મદદથી બજારથી ઓછી કિંમતે સોનું ખરીદી શકો છો.

સોનાની કિંમત શું છે

સોનાની કિંમત શું છે

આરબીઆઈએ આ વખતે સોવરેન ગોલ્ડ સ્કીમ અંતર્ગત આ વખતે સોનાની કિંમત 5104 રૂપિયા પ્તિ ગ્રામ નક્કી કરી છે. જો તમે ઑનલાઈન ગોલ્ડ ખરીદશો તો તમને થોડી છૂટ અને ડિસ્કાઉંટ પણ મળશે. ઑનલાઈન ગોલ્ડ બૉન્ડ ખરીદવા પર જો તમે ડિજિટલ પેમેન્ટ કરશો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની સ્પેશિયલ છૂટ મળશે.

સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ શું છે?

સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ શું છે?

ભારતીય રિઝર્વ બેંક તરફથી સૉવરેન ગોલ્ડ બૉન્ડ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2015માં આ ગોલ્ડ સ્કીમની શરૂઆત દેશમાં ફિઝિકલ ગોલ્ડની ડિમાંડ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામા આવી હતી. સરકાર અને RBI મળીને ગોલ્ડ ઈશ્યૂ પ્રાઈઝ બુલિયન માર્કેટના તાજેતરના રેટના આધારે નક્કી કરે છે. જેમાં તમે ન્યૂનતમ 1 ગ્રામથી લઈ 500 ગ્રામ સુધીનું સોનું ખરીદી શકો છો.

કેવી રીતે સોનું ખરીદશો

કેવી રીતે સોનું ખરીદશો

સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારે બહાર જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠાં-બેઠાં જ સોનું ખરીદી શકો છો. રિઝર્વ બેંકે ગોલ્ડ બૉન્ડ માટે ઓનલાઈન સુવિધા નિર્ધારિત કરી છે. જો તમે ઓનલાઈન પેમેન્ટ મારફતે આ ગોલ્ડ બૉન્ડ ખરીદો છો તો તમને 50 રૂપિયાની છૂટ પણ મળે છે. એટલે કે ઑનલાઈન અરજી કરનારા રોકાણકારો માટે આ સૉવરેન ગોલ્ડ બૉન્ડની ઑફર પ્રાઈસ 5104 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.

ખાસ શું છે

ખાસ શું છે

આ ગોલ્ડ બોન્ડને તમે 8 વર્ષ માટે ખરીદી શકો છો. જ્યારે 5 વર્ષ બાદ તમે તેને વેચી શકો છો. તમે ઓછામા ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. મહત્તમ 4 કિલો સુધીનું સોનું ખરીદવાની છૂટ મળે છે. આ સ્કીમની શરૂઆત નવેમ્બર 2015માં કરાઈ હતી. તમારી પાસે પાન કાર્ડ હોય તો જ આ ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણ કરી શકશો. પાનકાર્ડ વિના આ સ્કીમમાં રોકાણ ના કરી શકો. તમે કોઈપણ કોમર્શિયલ બેંક, ડાકઘર, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેંજ ઑફ ઈન્ડિયા લિમિટેડ અને બૉમ્બે સ્ટૉક એક્સચેંજથી આ ગોલ્ડ બૉન્ડ ખરીદી શકો છો.

વિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરીવિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરી

English summary
what is gold bonds and how to buy it, explained in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X