For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : શેર બજારમાં લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન શું છે?

|
Google Oneindia Gujarati News

શેરમાર્કેટમાં નવા સવા આવેલા અથવા તો શેર બજાર વિશે પાયાની બાબતો નહીં જાણતા લોકોએ શેર બજાર અને સ્ટોક માર્કેટમાં અનેકવાર કાને પડતા શબ્દો લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશનનો અર્થ જાણવો જરૂરી છે.

પ્રેક્ટિકલ ઉદાહરણ
ભારતના મૂડી બજારના ફ્યુચર સેગમેન્ટમાં આપ ટ્રેડ કરી રહ્યા છો. આપને રિલાયન્સના 100 શેર ખરીદવા છે. કારણ કે આપને એમ લાગે છે કે ભવિષ્યમાં આ શેરનો ભાવ વધશે. ફ્યુચર માર્કેટમાં આપે આ જ શેર એક, બે કે ત્રણ મહિનામાં સેટલ કરવાના છે.

જો આપે 100 શેર ખરીદ્યા હોય તો તેનું સેટલમેન્ટ 27 નવેમ્બરે થાય છે. એટલે કે આપે 27 નવેમ્બર સુધીમાં એ શેર વેચી દેવા જોઇએ. તમે રિલાયન્સના શેર ખરીદ્યા એટલે રિલાયન્સમાં લોંગ પોઝિશન ઉભી કરી કહેવાય.

bull-market

હવે તેવી જ રીતે આપ જો રિલાયન્સના શેર વેચો છો ત્યારે આપે 27 નવેમ્બર પહેલા તેને ખરીદવા પડે છે. આનો અર્થ એ છે કે આપે રિલાયન્સમાં શોર્ટ પોઝિશન ઉભી કરી છે.

આ અંગે વધુ સ્પષ્ટતા કરીએ. ઉદાહરણ તરીકે આપે 10 ઓક્ટોબરના રોજ રૂપિયા 1000ના ભાવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 શેર ખરીદ્યા છે. હવે 28 ઓક્ટોબરે આપને લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર્સ 100 રૂપિયા વધ્યા છે. એટલે આપે તેને વેચીને રૂપિયા 10,000નો નફો કર્યો.

બીજું ઉદાહરણ આપે 29 ઓક્ટોબરે રૂપિયા 1000ના ભાવના 100 શેર વેચ્યા. ત્યાર બાદ 21 નવેમ્બરે તમે રૂપિયા 900ના ભાવે 100 શેર પાછા ખરીદો છો એટલે આપને રૂપિયા 10,000નો નફો થાય છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે આપ પહેલા રિલાયન્સ ખરીદો છો ત્યારે ભવિષ્યમાં આપ તેને વેચવાના હેતુથી ખરીદો છો. જેના કારણે આપ રિલાયન્સમાં લોંગ પોઝિસન મેળવો છો. જ્યારે આપ પહેલા રિલાયન્સ વેચો છો ત્યારે ભવિષ્યમાં તેને ખરીદવાના હેતુથી વેચો છો એટલે તેને શોર્ટ પોઝિશન કહેવાય.

જેઓ લોંગ પોઝિશન લેતા હોય છે તેઓ માનતા હોય છે કે ભવિષ્યમાં તે કંપનીના શેર વધશે. જે લોકો શોર્ટ પોઝિશનમાં માને છે તેઓની ધારણા હોય છે કે ભવિષ્યમાં તે શેરની કિંમત ઘટશે.

લોંગ અને શોર્ટ પોઝિશન મોટા ભાગે ફ્યુચર સેગમેન્ટમાં હોય છે
મોટા ભાગની લોંગ અને શોર્ટ પોઝિશન ફ્યુચર સેગમેન્ટમાં જ હોય છે. કેશ સેગમેન્ટમાં આ પ્રકારની સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. ટૂંકા ગાળાના લાભ માટે મોટા ભાગના ટ્રેડર્સ શોર્ટ પોઝિશન તૈયાર કરતા હોય છે. જ્યારે રોકાણકારો મોટા ભાગે લોંગ ટર્મ પોઝિશનમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

English summary
What is the difference between long position and short position in the share market?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X